الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?

શું ઝહૂરની જલ્દી માટે દુઆ કરવાનો આદેશ, ઈમામ મહેદી અ.જ. ના ફરમાન “وأما ظهور الفرج فإنّه إلی الله” નો વિરોધ કરે છે?

ઉત્તરઃ

ઈમામ મહેદી અ.જ. થી જે તૌકીએ શરીફ આવી છેઃ واکثروا الدعاء بتعجیل الفرج، فإن ذلک فرجکم (અલ-એહતેજાજ, ભાગ ૩, પાન નં ૪૭૧) કે ઈમામે ફરમાવ્યું છે એમના ઝહૂરની જલ્દી માટે જેટલું સંભવ હોય દુઆ કરવી જોઈએ અને આવી જ રીતે બધા અહલેબૈત અ.સ. ની દુઆઓ જેમાં ઈમામ મહેદી અ.જ. ના ઝહૂરના જલ્દી માટે દુઆઓ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

આ બધી દુઆઓમાં ઈમામ મહેદી અ.જ. ના ઝહૂરમાં જલ્દી અને તઅજીલ થવા માટે ખુદાવન્દે આલમથી દુઆ કરીએ છીએ, ઈમામથી નહી. અમે કહીએ છીએઃ اللهم عجل لولیک الفرج ખુદાવન્દા પોતાના વલીના ઝહૂરમાં જલ્દી કર. કેમકે અમે આ દુઆઓમાં ખુદાથી માગીએ છીએ, ઈમામથી નહી, તેથી આ વાણી એ શબ્દોથી જેમાં ફરમાવે છેઃ وأما ظهور الفرج فإنّه إلی الله (અલ-એહતેજાજ, ભાગ ૨, પાન નં ૪૭૦) આનો વિરોધ નથી કરતો, કેમકે આ ફરમાનના બાબતે ઈમામ મહેદી અ.જ. ના ઝહૂરમાં જલ્દી થવું ખુદાવન્દે મહેરબાનના ઉપર છે અને અમે પણ દુઆઓમાં ખુદાથી ચાહિએ છીએ કે ઈમામ મહેદી અ.જ. નો ઝહૂર જલ્દી ફરમા.

ઈલ્મી વેબસાઈટ અલ-મુન્જી

 

زيارة : 4079
اليوم : 82673
الامس : 296909
مجموع الکل للزائرین : 149050589
مجموع الکل للزائرین : 102726044