الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?

 

અગર ખુદાવન્દે આલમ ગેબતના જમાનામાં, ઈમામ મહેદી અ.જ.ના અદ્રશ્ય હોવા ઉપર રાજી છે, તો અમે કેમ એમના ઝહૂર માટે દુઆ કરીએ છીએ?

 

ખુદાવન્દે આલમ ક્યારેક પણ ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફની ગેબત ઉપર રાજી ના હતો અને ના તો રાજી છે અને એમના અદ્રશ્ય થવામાં ખુદાની મશિય્યત (મરજી અને ઈરાદો) છે, પ્રસન્નતા નહી.

અમે ખુદાની મશિય્યત અને પ્રસન્નતામાં ફરક રાખવો જોઈએ. અગર ખુદાની મશિય્યત અને પ્રસન્નતામાં ફરક જાણીએ તો કેટલાક અકીદાની સમસ્યાઓનું સમાધાન થઈ જશે અને એના ઉત્તરો જાહેર થશે.

જેવી રીતે અમે જાણીએ છીએ કે ઈમામ મહેદી અલૈહિસ્સલામની ગેબત દુનિયાના જુલ્મ વ સિતમ અને દુનિયા ઉપર કુફ્રનો ઘેરાવનો સબબ છે અને ખુદાવન્દ ક્યારેય પણ રાજી નથી કે દુનિયામાં જુલ્મ વ સિતમ અને કાફરોના વિવશમાં હોય, કેમકે એ બધા જુલ્મોથી આગાહ છે જે દુનિયાના મઝલૂમ લોકો ઉપર થાય છે.

આ બધી વસ્તુઓ ખુદાની પ્રસન્નતાના આધાર ઉપર નથી, બલ્કે ખુદાની મશિય્યત અને મરજી ઉપર છે અને ખુદાની મરજી લોકોના આમાલ અને કાર્યોની સાથે સંબંધ રાખે છે અને અગર લોકો પોતાના વ્યવહારને બદલી દે તો ખુદા પણ એના ઈરાદાને બદલી નાખશે.

ان اللہ لا یغیّر ما بقوم حتی یغیّروا ما بأنفسھم

ખુદાવન્દ જે કંઈક પણ કોઈ જાતિ ઉપર આવે છે એને જ્યાં સુધી એમના નફસને નથી બદલતાં ત્યાં સુધી ખુદા પણ પોતાને ના બદલશે.

મશિય્યત અને પ્રસન્નતામાં ફરકને જાહેર કરવા માટે અમે એક ઉદાહરણ આપીએ છીએઃ

અગર માતા પિતા પોતાના શિશુંને ઓપરેશન માટે હોસ્પિટલમાં લઈને જાય, તો એ પોતાની મરજી અને ઈરાદાથી આ કાર્યને અંજામ આપે છે પરંતુ એનાથી રાજી અને પ્રસ્ન્ન નથી. હકીકતમાં એ ચાહે છે કે એનો શિશું સારું રહે અને હોસ્પિટલ અને ઓપરેશનની જરૂરત ના પડે.

ખુદાની પ્રસન્નતા પણ આમાં હતી કે બધા લોકો હિદાયતના રાસ્તા ઉપર ચાલે અને એક બીજા ઉપર જુલ્મ વ સિતમ ના કરે, પરંતુ અફસોસ છે કે લોકોમાંથી દુષ્ટ વ્યક્તિઓના લીધે ગેબત થઈ અને આગળ પણ જારી છે. જ્યારે ખુદાવન્દે આલમે લોકોને ગેબત માટે જન્મ નથી આપ્યો બલ્કે ફરમાવે છેઃ

انا ارسلنا رسلنا بالبیّنات لیقوم الناس بالقسط

અમે પોતાના રસુલોને જાહેર નિશાનીઓ સાથે મોકલ્યો છે તેથી લોકોની સાથે ન્યાય કરે.

અફસોસ છે કે લોકો ખુદાની મરજી અને ખુશીના વિરોધમાં જુલ્મ વ સિતમ કરવા માંડયા અને ખુદાની પ્રસન્નતાને ધ્યાનમાં ના રાખ્યા અને દુનિયા અને દુનિયા વાસીઓને ખુદાની ખુશીના વિરોધમાં જુલ્મ વ સિમતમાં ગ્રસ્ત કરી દાધા.

અલ-મુન્જી વેબસાઈટ

 

زيارة : 4018
اليوم : 62582
الامس : 297409
مجموع الکل للزائرین : 163770409
مجموع الکل للزائرین : 121376227