امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
૩. ઈમામ મહેદી (અ.સ.) ના તકામુલ યાફતા મુન્તઝેરીન યા એમના અઝીમ અસહાબની ઓળખ

 

૩. ઈમામ મહેદી (અ.સ.) ના તકામુલ યાફતા

મુન્તઝેરીન યા એમના અઝીમ અસહાબની ઓળખ

લોકોને ઈન્તિઝારની રાહ તરફ ખેંચવા માટેના ઉમુરમાંથી એક અમ્ર ઈમામના અસહાબથી આશનાઈ છે.

ઈન્તિઝારના આર્શ્રયજનક પ્રભાવોમાંથી ઈન્તિઝાર કરવા વાળા કમાલ યાફતા લોકોના માટે એક એ છે કે એ લોકો અકીદા વ નજરીયાના લેહાઝથી અહલેબૈતની અઝીમ વિલાયતથી આશનાઈ રાખે છે બલ્કે એ લોકો પણ આફતાબે વિલાયતના ચમકતા ઝરૂખો[1] છીએ. અર્થાત કે ઈન્તિઝારના રાહ ઉપર કમાલ સુઘી પહોંચવાના અસરથી એમની યોગ્યતાની હદ સુઘી ખાનદાને અહલેબૈત (અ.સ.) ના મકામથી રૂહી અને માઅનવી તાકતો હાસિલ કરે છે અને એનો ઈસ્તેમાલ કરવાથી એમને જે કામ સોપ્યું છે એને અન્જામ દે છે.

એવા અફરાદ ઈમામ (અ.સ.) ની સારી રીતે મદદ કરવા માટે અને ઈમામના મકામે વિલાયતની તરફ બઘા લોકોથી આગળ છે.

હવે આ નુકતાની તરફ તવજ્જો કરીએ જે ખુદાવન્દે કરીમ એ કુર્આને મજીદમાં ફરમાવે છે:

"فَاستبِقوا الخیرات أین ما تکونوا یأتِ بکم اللہ جمیعاً۔"[2]

એક બીજાથી નેકીયોમાં આગળ વઘો તમે જ્યાં કઈં પણ રહો ખુદા બઘાને એક જગ્યાએ જમા કરશે.

આ આયત એ કરીમા ઈમામ (અ.સ.) ના ત્રણ સો તેર અસહાબની વિશે છે કે જે ઝ઼હુરના દિવસે બઘા ઈમામની ખીદમતમાં હાજર થશે તાકે એ લોકો ઈમામની મદદ અને સિયાહ દિલવાળા લોકોનો ખાતમો કરશે.

કોઈ વખતે આ અહેમ સવાલ કેટલાક લોકોના દિમાગમાં આવે છે કે ખૈરાત વ નેકીયોમાં સબકત હાસિલ કરવાથી શું મુરાદ છે? અને ઈમામના ત્રણ સો તેર મદદ કરવાવાળા કેવી ખાસિયતો રાખીને એક બીજાથી આગળ નીકળશે અને એ મોટા મકામ ઉપર પહોંચી જશે.

અગર આપણે ખાનદાને અહલેબૈત (અ.સ.) ની તરફ જોઈએ તો અમને એવી રીતે જવાબ મળશે:

الخیرات؛ الولایۃُ لنا أھل البیتِ۔[3]

આયતમાં જે ખૈરાત (નેકીઓ) આવ્યું છે એની વિલાયતનો મતલબ અમે અમે અહલેબૈત છીએ.

 



[1] બારી, દરીચહ

[2] સુરએ બક઼રહ, આયત ૧૪૮

[3] અલગ઼ૈબત, મર્હુમ નોઅમાની, પેજ નં ૩૧૪

 

 

 

    بازدید : 2856
    بازديد امروز : 0
    بازديد ديروز : 277511
    بازديد کل : 163038698
    بازديد کل : 120413026