الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆની સભા કરવી

ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે દુઆની સભા કરવી

જેવી રીતે ઈન્સાન એકલાજ ઈમામ મહેદીના ઝહૂરની જલ્દી માટે દુઆ કરે છે એવી જ રીતે સાથે મળીને દુઆની મહેફિલો અને સભા કરે, એમના માટે દુઆ કરે અને એમની યાદને તાજી કરે, આથી મહેફિલોમાં દુઆ કરવાના સિવાય બીજા પણ નેક કાર્યો સંપૂર્ણ થાય છે ઉદાહરણ તરીકે આઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામના અમ્રને (આજ્ઞાને) જીંદા કરવું, એહલેબૈતની હદીસોને બયાન કરવું વગેરે.....

કિંમતી પુસ્તક “મિકયાલુલ મકારિમ” ના લેખક ગેબતના જમાનામાં ઈમામ ઝમાના અ.જ. માટે દુઆઓ જેવી મહેફિલોને લોકો માટે ફરજ જાણે છે જે મહેફિલ વ મજલિસમાં અમારા મૌલા ઈમામ મહેદી અ.જ. ની યાદ મનાવે, એમાં એમના બેશુમાર ફઝાઈલ બયાન કરીએ અને જાન વ માલને એખલાસના બર્તનમાં રાખીને ઈમામ મહેદી અ.જ. ની સામે પેશ કરીએ.

એ ફરમાવે છેઃ એથી મહેફિલોને અંજામ આપવું ખુદાના દીનને ફેલાવ્વું, ખુદાના કલમાને બુલંદી, ભલાઈમાં મદદ, તકવા અને શઆએરે ઈલાહીની અઝમતને કબૂલ કરવું અને ખુદાના વલીની મદદ કરવી છે.

એ એમની વાતને આગળ લઈ જતાં ફરમાવે છેઃ આ કહી શકાય છે કે અમુક સમયમાં આવી મજલિસો અને મહેફિલોને અંજામ આપવું વાજીબ છે દાખલા તરીકે જ્યારે લોકો ગુમરાહીમાં ગ્રસ્ત થઈ રહ્યાં હોય અને આવી મજલિસો અને મહેફિલો કરવી એ લોકોને ફસાદ અને ગુમરાહીમાં ગ્રસ્ત થવાથી રોકવામાં અને હિદાયતની રાહ તરફ એમને શિખામણ આપવાનો કારણ છે.[1]



[1] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૧૬૯

 

 

    زيارة : 1856
    اليوم : 31087
    الامس : 286971
    مجموع الکل للزائرین : 148354487
    مجموع الکل للزائرین : 101597881