الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
મર્હૂમ હાજી શેખ રજબ અલી ખય્યાતની એક સલાહ

મર્હૂમ હાજી શેખ રજબ અલી ખય્યાતની એક સલાહ

હવે અમે ઈમામે મહેદી અ.જ. ની મઝલૂમીથી આગાહ થઈ ગયા છે અને અમે ધ્યાન રાખવું જોઈએ કે ઈમામ મહેદી અ.જ. માટે દુઆ કરવામાં આપણી ઈચ્છા અલગ અલગ જગ્યાએ પહોંચ્વું ના હોય ઉભય ખુદાની નજીક આવ્વું અને ઈમામે ઝમાના અ.જ. ને ખૂશ અને સુખી રાખવું જ અમારી ઈચ્છા હોવી જોઈએ.

હવે આ ઘટનાની તરફ ધ્યાન આપોઃ

હઝરત ઈમામ ઝમાનાના ઝહૂરના મન્તઝિર મર્હૂમ શરફી બયાન કરે છેઃ

જ્યારે હું તબલીગ માટે મશહદથી બીજા ગામડાઓમાં જતો હતો ત્યારે એક વખતે રમઝાનુલ મુબારકના દિવસોમાં એક યાત્રામાં એક મિત્રની સાથે તેહરાનમાં હાજી શેખ રજબ અલી ખય્યાતની પાસે ગયો જે હંમેશા ઈન્તેઝારની રાહમાં સ્થિર હતા અને અમે એમનાથી શિખામણની વિનંતી કરી.

એમ એ અમારાથી આ આયત وَمَنْ يَتَّقِ اللَّه”ને ખત્મના તરીકાની શિખામણ આપી[1] અને ફરમાવ્યું કેઃ સોથી પહેલાં સદકા (દાન) આપો અને ચાલીસ દિવસ સુધી રોઝહ (ઉપવાસ) રાખો પછી આ ખત્મને ચાલીસ ઉપવાસના દરમિયાન અંજામ આપો.

હાજી શેખ રજબ અલી ખય્યાતે જે મહત્વપૂર્ણ નુકતો બયાન કર્યો એ હતો કે આ ખત્મથી તમારી ઈચ્છા એ હોય કે ઈમામ રેઝા અ.સ. થી ઈમામ ઝમાના અ.જ. ની નજદીકી હાસિલ કરો અને માદ્દી (અને દુનિયાવી) હાજત ના ચાહો.

મર્હૂમ શરફી ફરમાવે છેઃ હું એ ખત્મની શરૂઆત કરી પરંતુ એને ચાલૂ ના રાખ્યો અને એમાં મારો મિત્ર સફળ થઈ ગયો અને એને એ કાર્ય પુરૂં કરી લીધું અને જ્યારે અમે મશહદ પહોંચ્યા તો એ ઈમામે રેઝા અલૈહિસ્સલામના હરમમાં ગયો અને જોયું કે આપહઝરતને નૂરની શક્લમાં જોઈ રહ્યો છે અને ધીરે ધીરે એમાં આ હાલત સખત થઈ ગઈ અને હવે એ ઈમામને જોવા અને એમનાથી વાત કરવાની શક્તિ ના રાખતો હતો.

આ ઘટનાને બયાન કરવામાં અમારો એક મહત્વપૂર્ણ હેતૂ આ છે કે જે દુઆઓ અને તવસ્સુલાતમાં મોજૂદ છે અને એ ઈન્સાન માટે જરૂરી છે કે નમાજ અને દુઆઓ વાંચવામાં અને તવસ્સુલ કરવામાં એખલાસની સાથે એને અંજામ આપવાનો હેતૂ ખુદાથી નજદીક થવું હોવું જોઈએ તેથી આઈમ્મએ મતહાર અ.સ. થી પણ નજીક થઈ જઈએ મતલબ એ કે આ કાર્યોને ખુદાની ભક્તિ અને તાબેદારી માટે અંજામ આપે ના કે અધિકાર અને પદવી માટે.

મશહૂર અને રૂહાની લોકોમાંથી એક વ્યક્તિ જેણે દુઆઓ અને ખત્મના માધ્યમથી કેટલાક લોકોની મુશ્કેલોને દૂર કરી હતી એક વ્યક્તિ (જેને એ સાહેબે બસીરત સમજતા હતાં) એમનાથી મુલાકાતના સમયે પ્રશ્ન પુછ્યો કે હું રૂહાની અને બાતેની લેહાઝથી કેવું છું?

એમને થોડીક દેર વિચારવા પછી ફરમાવ્યું કેઃ તમે ખુદાના કાર્યોમાં ધણી દખલ અંદાજી કરો છો!

એટલા માટે જ ઈન્સાનને દુઆઓ, ઝિક્રો અને તવસ્સુલાતથી ગલત લાભ ના લેવો જોઈએ ઉભય એને વ્યક્તિનો વસીલો અને તાબેદારી વ ભક્તિનો હેતૂ જાણવું જોઈએ, ના કે એના માધ્યમથી ખુદાના કાર્યોના વચમાં આવે અને લોકોને એમની તરફ માએલ કરવાનો માધ્યમ પણ ના બતાવે.

મર્હૂમ શેખ હસન અલી ઈસ્ફેહાનીથી નક્લ થયું છે કે એમએ ફરમાવ્યું કેઃ અગર લોકો ફકત અમારા દરવાજા ઉપર દસ્તક દે તો હું એવા કાર્ય કરી શકું છું કે મારાથી કહેવા વિના જ એમની મુશ્કેલોનું સમાધાન થઈ જાય પરંતુ કેમકે આ ઈમામ રેઝા અ.સ. ની નિસ્બત લોકોના અકીદામાં સુસ્તિ થવાનો કારણ થઈ શકે છે એટલા માટે હું આવા કાર્યો નથી કરતો.



[1] આ ખત્મનો તરીકો રસુલે ખુદા સ.અ.વ. થી નક્લ થયો છે અને મર્હૂમ આયતુલ્લાહ હાજી શેખ અલી અકબર નહાવન્દી એ આ રિવાયતને “ગુલ્ઝારે અકબરી” પુસ્તકમાં નક્લ કરી છે.

 

 

    زيارة : 1801
    اليوم : 56231
    الامس : 286971
    مجموع الکل للزائرین : 148404743
    مجموع الکل للزائرین : 101673310