امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
﴾૨૦﴿ અસરની નમાજ પછી હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

 

૨૦﴿

અસરની નમાજ પછી હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ

સૈયદ બિન તાઉસ ર.હ. ફરમવે છેઃ મારા આકા વ મૌલા ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની આજ્ઞાપાલન કરતાં અસરની નમાજ પછીની તાકીબાતમાંથી સોથી સારી તાકીબ અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. માટેની દુઆ છે.

જેવી રીતે યહ્યા બિન ફઝલ નોફેલી કહે છેઃ બગદાદમાં હઝરત ઈમામ મૂસા કાઝિમ અ.સ. ની ખિદમતમાં હાજર થયો, આપહઝરતે અસરની નમાજ પછી પોતાના હાથોને આકાશની તરફ બુલંદ કર્યાં અને મે સાંભળ્યું કે આપ આ દુઆ વાંચી રહ્યાં હતાઃ 

أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، اَلْأَوَّلُ وَالْآخِرُ وَالظَّاهِرُ وَالْباطِنُ، وَأَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، إِلَيْكَ زِيادَةُ الْأَشْياءِ وَنُقْصانُها، وَأَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، خَلَقْتَ الْخَلْقَ بِغَيْرِ مَعُونَةٍ مِنْ غَيْرِكَ، وَلا حاجَةٍ إِلَيْهِمْ، أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، مِنْكَ الْمَشِيَّةُ وَ إِلَيْكَ الْبَدْءُ.

أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، قَبْلَ الْقَبْلِ وَخالِقُ الْقَبْلِ، أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، بَعْدَ الْبَعْدِ وَخالِقُ الْبَعْدِ، أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، تَمْحُو ما تَشاءُ وَتُثْبِتُ وَعِنْدَكَ اُمُّ الْكِتابِ.

أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، غايَةُ كُلِّ شَيْ‏ءٍ وَوارِثُهُ، أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، لايَعْزُبُ عَنْكَ الدَّقيقُ وَلَا الْجَليلُ، أَنْتَ اللَّهُ لا إِلهَ إِلّا أَنْتَ، لايَخْفى عَلَيْكَ اللُّغاتُ، وَلاتَتَشابَهُ عَلَيْكَ الْأَصْواتُ.

كُلَّ يَوْمٍ أَنْتَ في شَأْنٍ، لايَشْغَلُكَ شَأْنٌ عَنْ شَأْنٍ، عالِمُ الْغَيْبِ وَأَخْفى، دَيَّانُ الدّينِ، مُدَبِّرُ الْاُمُورِ، باعِثُ مَنْ فِي الْقُبُورِ، مُحْيِ الْعِظامِ وَهِيَ رَميمٌ.

أَسْأَلُكَ بِاسْمِكَ الْمَكْنُونِ الْمَخْزُونِ، اَلْحَيِّ الْقَيُّومِ، اَلَّذي لايَخيبُ مَنْ سَأَلَكَ بِهِ، أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَآلِهِ، وَأَنْ تُعَجِّلَ فَرَجَ الْمُنْتَقِمِ لَكَ مِنْ أَعْدائِكَ، وَأَنْجِزْ لَهُ ما وَعَدْتَهُ، يا ذَا الْجَلالِ وَالْإِكْرامِ.

 

મે કહ્યું કેઃ તમે કયા લોકો માટે દુઆ કરી છે?

ઈમામે ફરમાવ્યું કેઃ મહેદી આલે મોહમ્મદ અ.જ. માટે.

પછી ફરમાવ્યું કેઃ મારા પિતા એ વજૂદ ઉપર કુરબાન થાય જેમનો પેટ અંદર, ભવું એક સાથે અને પીંડીઓ પાતળી છે, એમના ખભા મોટા અને બદન મજબૂત અને ગંદુમી (ઘઉંના રંગનો) છે અને જાગરણ અને રાતમાં જાગવાના કારણે એમનો રંગ પીળું થઈ ગયો છે.

મારા પિતા એના ઉપર કુરબાન જે રાતોમાં સજદા અને રુકૂઅની હાલતમાં તારાઓના ડુબવાની રાહ જુવે છે.

મારા પિતા એના ઉપર કુરબાન કે ખુદાની રાહમાં એના ઉપર ધિક્કાર કરનારાઓના ધિક્કારનો પ્રભાવ નથી પડતો અને જે અંધારામાં હિદાયતનો દીપક છે.

મારા પિતા એના ઉપર કુરબાન જે ખુદાના આદેશથા કેયામ કરશે.

મે કહ્યું કેઃ ક્યારે કેયામ ફરમાવશે?

હઝરતે ફરમાવ્યું કેઃ જ્યારે અમ્બાર શહેરમાં સિપાહીયોને ફુરાત અને દજલહ નહેરના તટમાં જુઓ અને જુઓ કે કૂફાનો પુલ ગિરી જાયે, કૂફાના અમુક ઘરોમાં આગ લાગી જાયે તો એ સમય બધા કાર્યો ખુદાવન્દે આલમના આદેશથા થશે, કોઈ પણ ખુદાના કાર્ય ઉપર વિજયી નથી અને એની આજ્ઞાને કોઈ પણ નકારી નથી શકતો.[1]



[1] ફલાહુસ સાએલ, પાન નં ૧૯૯, અલમિસ્બાહ, પાન નં ૫૧, અલબલદુલ અમીન, પાન નં ૩૫માં થોડાક ફરકની સાથે.

 

 

    دورو ڪريو : 1867
    اج جا مهمان : 165823
    ڪالھ جا مهمان : 301136
    ڪل مهمان : 148050097
    ڪل مهمان : 101383472