امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
બ્રહ્માંડના અમીરની તરફ

બ્રહ્માંડના અમીરની તરફ

વિશ્વાસ રાખો! જે કોઈ પણ સત્યતાથી ઈમામ ઝમાના અ.જ. ની શોધ કરે, એમની રાહમાં ખિદમત કરે અને એમના ઝહૂરમાં જલ્દી માટે પ્રયત્ન કરે તો એ રાસ્તો એવી જગ્યાએ લઈ જશે જ્યાં ઈમામની તરફ એક ઝરૂખો ખુલશે.

એટલા માટે ઈમામ ઝમાના અ.જ. ની મદદ કરવામાં ગફલત ના કરીએ જેના હાથોને ગેબતના જમાનાએ આવી જ રીતે બાંધી દીધું છે જેવી રીતે દુશ્મનોએ સોથી પહેલાં મઝલૂમ હસ્તી હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અલૈહિસ્સલામની ગરદનમાં રસ્સી ડાલી અને એમના હાથોને બાંધી દીધા. હઝરત ઈમામ મહેદીના ઝહૂરમાં જલ્દી માટે પ્રયત્ન કરીને ગેબતની રસ્સીનો એક તાર તોડી નાખીએ.

સંતુષ્ટિ રાખો! અગર કોઈ ઈમામની રાહમાં ન્યોછાવર થાય અને કોઈ પણ છળ, કપટના વિચારમાં ના હોય તો એના ઉપર ઈમામનો કરમ થશે અને એ એક વાણી, સંદેશો અથવા એક નજરના માધ્યમથી એના દિલને ખૂશ કરશે કેમકે મુમકેન પણ નથી કે કોઈ સારી રીતે પ્રયત્ન કરે, એના માટે પ્રયાસ કરે અને અંતમાં એને પોતાના સંપૂર્ણ હેતુ અથવા એનો થોડુક ભાગ પણ ના મળે.

હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અલૈહિસ્સલામ ફરમાવે છેઃ

من طلب شيئاً ناله أو بعضه.[1]

જે વ્યક્તિ કોઈ વસ્તુની શોધ કરે એને એનો પૂરો અથવા થોડુક ભાગ જરૂર મળી જશે.

તમે વિશ્વાસ રાખો કે અગરચે ગેબત અંધેર જમાનો છે અને અત્યાર સુધી ઈમામ ઝમાના અ.જ. ની વિલાયતને જાહેર થવાનો જમાનો નથા આવ્યો પરંતુ એના પછી પણ ઈમામ ઝમાના અ.જ. દાએરએ ઈમકાનના મેહવર અને બ્રહ્માંડના અમીર છે અને એમની મુતલકહ વિલાયતએ અખા બ્રહ્માંડને ધેરી લીધું છે.

અમે એમની ઝિયારતમાં વાંચીએ છીએઃ

اَلسَّلامُ عَلَيْكَ يا قُطْبَ الْعالَم.

એ દુનિયાના મહેવર તમારા ઉપર અમારો સલામ.

આ બ્રહ્માંડની દરેક વસ્તુ ગેબતના અંધેર જમાનામાં આવી જ રીતે ઝહૂરના નૂરાની જમાનામાં એ પાક વજૂદના નૂરની છાયામાં પોતાની જીંદગીને ચાલુ રાખ્યો છે અને ચાલુ રાખશે અને ઈમામની ઈમામત વ રહેબરીના કરમનો ધન્યવાદ છે અને ના ફકત આ દુનિયાના માદ્દી કણો બલ્કે જે મસીહા નફ્સ રાખે છે એ પણ એમની આજ્ઞાનું પાલન કરે છે બલ્કે પોતે હઝરત ઈસા અ.સ. ને પણ મસીહાઈની શક્તિ ઈમામ ઝમાના અ.જ. અને એમના બાપદાદાના આશ્રયથી હાસિલ છે. ફકત ઝહૂરના જમાનામાં જ નહી બલ્કે અત્યારે પણ આપહઝરતની ઈમામતના પરચમની છાયામાં પોતાના ફરજને અંજામ દેવામાં કાર્યરત છે.

અમે ઈમામ ઝમાના અ.જ. ની ઝિયારતમાં વાંચીએ છીએઃ

اَلسَّلامُ عَلَيْكَ يا إِمامَ الْمَسيح.

એ મસીહના ઈમામ તમારા ઉપર સલામ.

આ ઈમામત વ રહેબરી ઈમામ મહેદીના ઝહૂરના બુલંદ જમાનાથી ખાસ નથા બલ્કે અત્યારે પણ હઝરતે ઈસા અ.સ. પોતાના બુલંદ મકામના બાવજૂદ આપહઝરતની ઈમામતની આજ્ઞાપાલન અને એમના નકશે કદમ પર ચાલવામાં ગર્વ મેહસૂસ કરે છે.

બધા જ પાક અને સરદાર વ્યક્તિઓ અને અવલિયાએ ખુદા એ નફ્સની આજ્ઞાપાલન છોડી નાખી છે, એમનો પરવરદિગારે આલમના નજીક એવો મકામ અને કિંમત છે કે એ લોકો એ આ જમાનામાં આલમે હસ્તીના નૂરની રોશનીની તરફ રાહ અને ઝરૂખોને હાસિલ કરી લીધો છે અને ઈમામ ઝમાના અ.જ. એ બુલંદ વ્યક્તિઓની મોજૂદગીમાં ગેબતની ગુરબત અને એકલાપણુંને દૂર કરે છે. અમે રિવાયતમાં વાંચીએ છીએઃ

وما بثلاثين من وحشة.

(સાચા મોહબત કરનારાઓમાંથી) ત્રીસ લોકોના હોવા પછી ઈમામ એકલાપણું મહેસૂસ નથી કરતાં.

વિતેલાં મતલબો બયાન કરવામાં અમારો હેતુ એ નહોતો કે ગેબતના જમાનામાં દુનિયામાં મોજૂદ વસ્તુઓ પરથી ઈમામ ઝમાના અ.જ. ની ગેબી મદદને હરાવી લીધું છે અને આપહઝરત કોઈની મદદ નથી કરતાં અને ગેબતના જમાનામાં કોઈને નૂર વ નૂરાનીયતનો ઝરૂખો મળે છે બલ્કે જેવી રીતે અમે બયાન કર્યું કે જે લોકો સત્યની સાથે ઈમામની તરફ કદમ આગળ લઈ જાય છે અને ઈમામ ઝમાનાના વિશાળ એહકામ અને આદેશોથી લાભ લેવા અને ઈમામના ઝહૂરનો જમાનો આવ્વા માટે એક એક ક્ષણ ગણે છે એ ઈમામના સંદેશો અથવા એક નજરના માધ્યમથી પણ પોતાના દિલને મજબૂત કરી શકે છે.

હા! આવા વ્યક્તિઓ કોઈ પણ છળ કપટના વિચારમાં નથી અને એ અમે આ સંદેશો આપે છેઃ

فَاخْلَعْ نَعْلَيْكَ إِنَّكَ بِالْوادِى‏الْمُقَدَّسِ طُوى[2]

પોતાના જુતા ઉતારી નાખો અને જુઓ અત્યાર સુધી પોતાના પાંવને કેવી રીતે તકલીફ આપી છે અને એવી રીતે અમીરે આલમે હસ્તી અને આલમે ઈમકાનના મહેવર સુધી પહોંચવાથી વંચિત છે!

અફસોસ અમારામાંથી અમુક વ્યક્તિઓ ના ફકત પોતાને છળ કપટથી દૂર નથી રાખતાં બલ્કે બીજાને પણ આ આદત પેદા કરવાનો પ્રયત્ન કરે છે અને એ લોકોને પણ તકલીફ આપે છે, આવા પ્રકારના વ્યક્તિઓ પોતાની જબાનથી પોતાના દોસ્તોના દિલમાં ડંક મારે છે કેમકે એ વ્યક્તિઓ પોતાની ઈલકાઆતના માધ્યમથી સીધા રાસ્તાથી લોકોને રોકે છે, જેમકે એ નથી જાણતા કે આપહઝરતના રાસ્તાનો વિરોધ, એમના સત્ય દોસ્તોથી દુશ્મની ઈમામથી દુશ્મની છે શું અમીરૂલ મોઅમેનીન અલી અ.સ. એ નેહજુલ બલાગામાં નથી ફરમાવ્યું કેઃ

"أَصْدِقاؤُكَ ثَلاثَة وَأَعْداؤُكَ ثَلاثَة، فَأَصْدِقاؤُكَ: صَديقُكَ، وَصَديقُ صَديقكَ، وَعَدُوّ عَدُوّكَ، وَأَعْداؤُكَ: عَدُوّكَ، وَعَدُوّ صَديقكَ، وَصَديقُ عَدُوّكَ."[3]

તમારા ત્રણ દોસ્ત અને ત્રણ દુશ્મન છેઃ

તમારા દોસ્ત આ છેઃ ૧. તમારા દોસ્ત, ૨. તમારા દોસ્તના દોસ્ત અને ૩. તમારા દુશ્મનના દુશ્મન.

અને તમારા દુશ્મન આ છેઃ ૧. તમારો દુશ્મન, ૨. તમારા દોસ્તનો દુશ્મન અને ૩. તમારા દુશ્મનનો દોસ્ત.

તેથી શું હઝરત ઈમામ મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના દોસ્તોથી દુશ્મની ઈમામનો વિરોધ કરવો નથી?!

 



[1] શરહે ગોરરુલ હેકમ, ભાગ ૫, પાન નં ૩૦૫

[2] સુરએ તાહા, આયત ૧૨

[3] નહેજુલ બલાગા, હિકમત ૨૯૫

 

 

    بازدید : 1994
    بازديد امروز : 160530
    بازديد ديروز : 301136
    بازديد کل : 148039509
    بازديد کل : 101378176