الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
દુઆ કરવામાં તકરાર અને નિત્યતાની મહત્તા

દુઆ કરવામાં તકરાર અને નિત્યતાની મહત્તા

ઉદ્દેશ સુધી પહોંચવા અને મનઃકામના હાસિલ કરવા માટે દુઆઓની વારંવાર અને નિત્યતાનો અહેમ રોલ છે. આ જરૂરી નુકતો છે કે જે લોકો દુઆઓની પુસ્તકો વાંચે છે એમણે ધ્યાન રાખવું જોઈએ કેમકે ધણાં લોકો આવી શક્તિ નથી રાખતા કે એક જ દુઆ, ઝિયારત અથવા કોઈ પણ ઝિક્ર વાંચીને અભિલાષા સુધી પહોંચી જાએ.

આ મતલબને જાહેર કરવા માટે એક ઉદાહરણ આપીએ છીએઃ ધણી બદનની બીમારીઓમાં અગર પહેલી મંઝિલમાં હોય યા અત્યારે જ એ બીમારી શરૂ થઈ હોય તો એક જ જાંચમાં એનો ઉપાય શોધી શકાય છે પરંતુ અગર બીમારી લાંબી થઈ જાય અથવા માણસના જીસ્મમાં એની જડ઼ મજબૂત થઈ જાય તો જાહેર છે કે એવી બીમારીનો ઈલાજ એક નુસ્ખો અથવા એક દવાના માધ્યમથી નહી થાય કદાચ એના ઈલાજ માટે લાંબી મુદ્દત માટે દવા ઈસ્તેમાલ કરવાની જરૂરત પડશે.

રૂહાની બીમારીઓમાં પણ આવી જ રીતે છે અગર કોઈ માણસ કોઈ ખાસ રૂહાની બીમારીમાં ગ્રસ્ત થઈ જાય અથવા એ ખાસ ના પણ હોય પરંતુ સમય ગુજરતા એની જડ઼ો મજબૂત થઈ જાય અને માણસને એની આદત પડી જાય તો આવી હાલતમાં જાહેર છે કે એક વાર દુઆ વાંચવામાં તકરાર અને નિત્યતાની જરૂરત છે જેવી રીતે અમુક જીસ્માની બીમારીઓમાં ઈન્સાનને વારંવાર દવા આપવાની જરૂરત પડે છે.

એટલે જ જેવી રીતે જીસ્મની બીમારીઓના ઈલાજ માટે દવાની વારંવાર જરૂરત પડે છે તેથી દવા એનો પ્રભાવ છોડો આવી જ રીતે જેમાં દુઆની જરૂરત છે એમાં દુઆ વારંવાર કરીએ તેથી દુઆનો પ્રભાવ જાહેર થઈ જાય.

પરંતુ મુમકેન છે કે અમુક લોકો એક દુઆ, કોઈ ઝિક્ર અથવા ખુદાના નામોમાંથી કોઈ નામ વાંચીને એમના ઉદ્દેશ સુધી પહોંચી જાય હકીકતમાં એવા લોકો ખુદસાઝી[1] મુસ્તજાબુદ દુઆ[2] થઈ જાય છે એટલે જ સાધારણ લોકોએ આવી રીતે વિચારવું ના જોઈએ કે એ લોકો જેમ એ પણ એક વાર દુઆ વાંચીને એમના ઉદ્દેશ સુધી પહોંચી જશે.

આ એક કારણ છે કે રિવાયતોમાં દુઆની તકરાર અને હંમેશાની બાબત તાકીદ થઈ છે.



[1] નફ્સને પાક રાખવાથી

[2] દુઆ કબૂલ થવાની શક્તિ

 

 

    زيارة : 2101
    اليوم : 131163
    الامس : 273973
    مجموع الکل للزائرین : 162746253
    مجموع الکل للزائرین : 120266681