الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
૧. બાતીનની પવિત્રતા

૧. બાતીનની પવિત્રતા

હવે એ બદલાવોના વિશે જે ઈન્સાનોના વુજુદની ગહેરાઈમાં આવશે એને ખુલાસારુપ બયાન કરીએ:

એઅતિકાદી મસાએલમાંથી એક બહેસ તીનત અને પાક વ નાપાક તીનતોનું એક બીજામાં મળી જવું છે. રીવાયતમાં બયાન કર્યું છે કે તીનતનું શું અર્થ છે અને કે આ તીનતો એક બીજામાં મળી ગઈ છે અને કેવી રીતે પાક કરીને એને એક બીજાથી અલગ કરીશું? આ મસઅલાની તફસીલ આવી મુખ્તસર તહેરીરમાં સમાવી નથી શકાતી એટલા માટે અમે આ નુકતાની તરફ ઈશારો કરીએ છીએ:

ઝ઼હુરના જમાનાની વિશેષતાઓમાંથી એક આ છે કે એ જમાનામાં તીનતોની મીલાવટ ના થાય અને ઈન્સાનના મન અને ઝમીરને એવી ગંદગીઓથી પાક થઈ જવું છે કે એના વુજુદમાં મૌજુદ છે.

અમે કેમ આ કહીએ છીએ કે ઈમામ મહેદી (અ.સ.) ના ઝ઼હુરના જમાનામાં લોકો મીલોવટો અને ગંદગીઓથી પાક થઈ જશે?

આ સવાલનો જવાબ આપવા પહેલાં અમે એક ઘટના મતલબની તૌઝીહ માટે બયાન કરીએ છીએ:

શૈયબહ ઈબ્ને ઉસ્માન પૈયગમ્બરે અકરમ (સ.અ.વ) થી સૌથી અઘિક દુશ્મનિ રાખતો હતો અને એમના કત્લની આરજુ રાખતો ગતો. એ જંગે “હુનૈન” માં શરીક થયો તાકે પૈયગમ્બરને શહીદ કરી નાખે. જ્યારે બઘા લોકો પૈયગમ્બર (સ.અ.વ) ની પાસેથી ચાલ્યા ગયા અને આપહઝરત અકેલા રહી ગયા એ પાછળથી એમની પાસે પહોંચી ગયો પરંતુ એક આગનો ભડકો એની તરફ આવ્યો એવી રીતે કે એને સહન કરવાની શક્તિ એના પાસે નહોતી એટલા માટે એ એની આરજુ પુરી ના કરી શકાશે.

પૈયગમ્બર અકરમ (સ.અ.વ) એ એને જોયું અને ફરમાવ્યું: શૈયબહ! મારા નજીક આવઓ! એ સમહ રસુલે અકરમ (સ.અ.વ) એ એનો હાથ એના સીના ઉપર રાખયું. આ કાર્યથી રસુલની મુહબ્બત એના દિલમાં ઉતરી ગઈ એવી રીતે કે પૈયગમ્બર અકરમ (સ.અ.વ) એની નજીક સૌથી વઘારે મહેબુબ શખ્સીય્યત થઈ ગયા. એના પછી એવી રીતે વિરોઘીઓથી જંગ કરી કે અગર એમનો બાપ પણ એમના સામે આવી જતા તો એને પણ રસુલની મદદ માટે કત્લ કરી દેતા.[1]

તમને જોયું કેવી રીતે પૈયગમ્બરના દસ્તે મુબારક એ એમના સૌથી મોટા દુશ્મનોમાંથી એકની નાપાક તીનત અને ગંદો મન ને એક ક્ષણમાં આ નાપાકી અને ગંદગીથી નજાત આપી અને એને કાફિરોની કતારમાંથી પૈયગમ્બર ઈસ્લામના લશકરના દરમિયાન ઉભો કરી દીઘો.

પૈયગમ્બરે અકરમ (સ.અ.વ.) એ એના સીના ઉપર દસ્તે મુબારક ફેરતાંજ એની અક્લને કામીલ કરી દીઘું અને આ બદલાવના લીઘે જે નાપસન્દ તીનત એની અંદર હતી એ ગુમરાહી થી નજાત પામી ગયો.

આ મકદ્દમહનો બયાન કર્યા બાદ ઝ઼હુરના જમાનાની તશરીહ કરીએ છીએ.

હઝરત ઈમામ બાક઼િર (અ.સ.) ફરમાવે છે:

"اذا قامَ قائمنا وَضَعَ یَدَہُ علیٰ رؤوسِ العباد، فَجَمَعَ بہ عُقولَھم و اکمَلَ بہ اَخلاقَھم۔"[2]

જ્યારે અમારો ક઼ાએમ કયામ ફરમાવશે ત્યારે એમના હાથો ખુદાના બંદાઓના સર ઉપર રાખશે. આ કરવાથી એમની અક્લોને જમા કરશે (આ રીતે એમની અક્લી તાકતો કામીલ થઈ જશે) અને એમના અખલાકને સંપુર્ણ કરી દેશે.

હઝરત ઈમામ મહેદી (અ.સ.) આ વ્યવહારથી લોકોના બાતીનને પાક કરશે અને ખુદાના બઘા જ બંદાઓને આ પલીદીઓ વ ગંદકીઓથી નજાત દિલાવશે.



[1] સફીનતુલ બેહાર, ભાગ ૧, પેજ નં ૨૦૨, માદ્દહ હબબ

[2] બિહારૂલ અનવાર, ભાગ ૫૨, પેજ નં ૩૩૬

 

 

    زيارة : 2458
    اليوم : 0
    الامس : 267514
    مجموع الکل للزائرین : 148253430
    مجموع الکل للزائرین : 101485160