امام صادق فیق پوسی کسل بیونید پقری ناکهوےنمنرونه تهوک نارےنری ژهیوگنگ مه کهوی فیق پوے چوکی بیک پاٍ
ઈલ્મ દુનિયાનો નેતૃત્વ નથી કરી શકતો

ઈલ્મ દુનિયાનો નેતૃત્વ નથી કરી શકતો

અગરચે સત્તર અને અઢારની સદી માં હાસિલ થયેલી ઈલ્મી તરક્કીથી કેટલાક દાનિશવર આ સોચી રહ્યા હતા કે એક દિવસ એવો આવશે કે જ્યારે ઈલ્મ દુનિયાનું નેતૃત્વ કરશે અને ઈલ્મથી ફાયદો હાસિલ કરીને બનાવેલા કાનુનના સાયામાં દુનિયાને રંજ અને દુ:ખ થી મુક્ત કરી દેશે પણ જમાનાનો ગુઝરતો ગયો અને એ વાત સાબિત થઈ કે એ લોકોએ જે સોચ્યું હતું એનો ઉલ્ટો છે કેમકે ઈલ્મી તરક્કી ના ફકત દુનિયાને બેઈન્સાફી અને દર્દો થી મુક્ત નથી કરી શકતી બલ્કે ઈલ્મે સમાજની મુશ્કીલાત અને રંજોમાં પણ ઈઝાફો કરી દીઘુ છે.

તારીખ આ હકીકતની ગવાહ છે કે અત્યાર સુઘીની ઈલ્મી તરક્કીથી લાખો લોકો બેસરો સામાનીના આલમમાં પડ્યા છે. આ બઘુ ફકત આ વજહથી છે કે ઈલ્મે તરક્કી કરી છે એનાથી ઈન્સાનની ઈન્સાનિયતમાં તકવીયત આઈ નથી હાલાંકે ઝિંદગીના તમામ પહેલુઓમાં તરક્કી થવી જોઈએ ના કે કોઈ એક પહેલુમાં ઈલ્મ એવી સુરતમાં સમાજમાં તકામુલની તરફ લઈ જઈ શકે છે કે જ્યારે એ અક્લ વ ઈન્સાનિયતની સાથે તરક્કી કરે પરંતુ અગર ઈલ્મ એના વગર તરક્કી કરે તો એ બશરીય્યતની તબાહી વ બરબાદીનુ સબબ બને છે.

چو دزدی با چراغ آید                     گزیدہ تر برد کالا

પદ્ઘતિ નુ નિર્માણ સહી તકામુલની બેના ઉપર કરાર આપવામાં આવ્યુ છે એટલે જે દિવસે તમામ મખલુકાર, ઉગવાવાળી વસ્તુઓ, હૈવાનાત અને ઈન્સાન ખલ્ક થયા એ જ દિવસથી એમના તકામુલના સફરનો આગાઝ થઈ જાય છે. અગર એ પોતાની આ હાલત પર બાકી રહે તો જે ખિલ્કતના પહેલા દિવસ હતી તે પછી દુનિયાનો શુ હાલ થશે?

આ પરથી એના મતલબનાં મકામુલ, ઝિંદગીની યકીની શરતોમાંથી છે. આમાં એક અહેમ નુકતો (મુદ્દો) એ છે કે જિસ્માની તકામુલ, રુહાની અને ફિક્રી તકામુલની સાથે હોવું જોઈએ.

એટલે જેવી રીતે બચ્ચા જિસ્માની એઅતેબાર થી વઘે છે એવી રીતે એમને ફિક્ર વ રુહાની એઅતેબારથી પણ બઘવુ જોઈએ. અગર બચ્ચા જિસ્માની તોરપર તો વઘે પરંતુ ફિક્રી અને રુહાની તોરપર ના વઘે તો એના બચપનના અફકારમાં કોઈ તબ્દીલી પૈદા ન થાય તો સમાજ કયા હાલ સુઘી પહૌંચી જશે?

તો ઈન્સાનનુ જિસ્મી તકામુલ એમના ફિક્રી તકામુલ અને અક્લી રુશ્દની સાથે હોવુ જોઈએ અને આ બંને ઝિંદગીની તમામ શોઅબામાં બરકરાર રહેવુ જોઈએ વરના જો ઈન્સાન એક એઅતેબારથી તકામુલની મંઝિલ સુઘી પહોંચી ચુક્યો હોય અને બીજી બહુ જ નીચેની તરફ જઈ રહ્યો હોય યા આવી રીતે જ થોભી જાય તો એ સમાજથી બરાબરી ખત્મ થઈ જશે કે જે સમાજની તબાહીનો સબબ બનશે.

આ પરથી જેવી રીતે સમાજ ઈલ્મ વ સનઅતની રાહમાં કોશિશ કરે છે અને ઈલ્મ વ સનઅતના તકામુલ અને માદ્દી ઉમુરની પિશરફ્ત માં આસમાનની બુલંદીઓને છુઈ રહયો છે ત્યાં એને માઅનવી અને રુહાની મસાએલમાં પણ તકામુલની તરફ ગામઝન રહેવુ જોઈએ વરના રુહાની અને માઅનવી મસાએલમાં તવજ્જો કર્યા વગર ઈલ્મી વ સનઅતી તરક્કી ખતરનાક અને તારીક ભવિષ્યના અલાવા કંઈ નથી આપતી.

અગર ઈન્સાની સમાજ અને દુનિયાની તરક્કી ને ચાહવાવાળા જયાં દુનિયાને તરક્કી વ તકામુલની તરફ લઈ જવાની કોશિશ કરી રહયા છે ત્યાં એમને ફિક્રી વ માઅનવી અને રુહાની તકામુલની પણ કોશિશ કરવી જોઈએ ના કે ફકત કેટલીક માદ્દી આલાત વ વસાએલ બનાવવામાં જ મગન રહે. સૌથી પહેલા ઈન્સાનના વજુદમાં શખ્સીયત, અફકાર અને નઝરીયાતના એઅતેબારથી બદલાવ અને તકામુલ ઈજાદ હોવી જોઈએ તાકે સનઅત વ કલ્ચર માં વાકેઈ તરક્કી વજુદમાં આવે વરના કોઈ એક શોઅબામાં તરક્કી દુનિયાને નાબુદીને વિના કંઈ નથી આપી શકતી.

 

دورو ڪريو : 2674
دیرینگنی هلته چس کن : 7591
گوندے هلته چس کن : 285904
هلته چس گنگ مه : 163070666
هلته چس گنگ مه : 120444208