الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ

 

મુહિબ્બાને હઝરતે મહેદી અ.જ. વેબસાઈટમાં “સહીફએ મહેદિય્યહ” પુસ્તકમાં રમજાન માસમાં ઈમામ મહેદીના ફરજને જલ્દી થવા માટે આવી રીતે દુઆ બયાન થઈ છેઃ

 

રમજાન માસ ફરજ માટે દુઆનો માસ

હઝરત રસુલ અકરમ સ.અ.વ. ફરમાવે છેઃ

“રમજાન માસની તમારી દુઆ કબૂલ થાય છે.”[1]

રમજાનનો મુબારક મહિનો બરકત, રહેમત અને ખુદાની માફીનો માસ છે. આ માસમાં આમાલ, ઈબાદતો અને દુઆઓ આવી છે.

આ શરીફ માસમાં અલગ અલગ દુઆઓમાંથી કેટલીક દુઆઓ ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફથા સંબંધ રાખે છે અને ફરજ વ વિશ્ચસનીય હુકૂમત માટે વિનંતી થઈ છે. જેવી રીતે આમારાથા ઈમામ ઝમાનાની ચાહત ફરજ માટે વધારે દુઆ કરવી છે “و اکثرو الدعاء بتعجیل الفرج[2] જેટલી જલ્દી હોય ફરજ માટે વધારે દુઆ કરો અને આ મહિનો દુઆને કબૂલ થવાનો મહિનો છે, આ દુઆઓમાંથી બે મહત્વપૂર્ણ નુકતાને બયાન કરીએ છીએઃ

૧. દુઆએ ઈફ્તેતાહ

ઈમામ ઝમાના અ.જ. શીઆઓને કહે છેઃ

આ દુઆને રમજાન માસની દરેક રાત્રે વાંચો કેમકે બધા ફરિશ્તાઓ એને સાંભળે અને વાંચનાર માટે મગફેરત કરે છે.[3]

આ દુઆ બુલંદ અર્થો રાખે છે ખાસ કરીને ઈમામ ઝમાના અ.જ. વિશે કિંમતી સંબંધને અમારા અખત્યારમાં આપે છે અને ઝહૂરના પછી બહેતરીન દુનિયાને બતાવે છે. કેટલું સારું થાય અગર અમે દુઆ વાંચવાની સાથે સાથે એનો અનુવાદ અને અર્થને પણ ધ્યાન રાખીએ.

 

૨. વાજીબ નમાજ પછી ઈમામ ઝમાનાના ઝહૂર માટે દુઆ

રસુલ ખુદા સ.અ.વ. ફરમાવે છેઃ

જે કોઈ પણ આ દુઆને રમજાન માસમાં દરેક વાજીબ નમાજ પછી વાંચે, ખુદવન્દે આલમ એના ગુનાહોને કયામત સુધી માફ કરી દેશે.[4]

એ દુઆ આ છેઃ

اللهم ادخل علی اهل القبور السرور، اللهم اغن کل فقیر....

એ ખુદા! કબરમાં રહેનારાઓને ખુશી આપ, એ ખુદા! બધા મોહતાજ લોકોને ધનવાન કર...

જાહેર છે કે આ દુઆનો અર્થ ફકત ઈલાહી હુકૂમત અને હઝરત મહેદી અ.જ. ની હુકૂમતના જમાનામાં જ પૂરો થશે એટલા માટે આ દુઆ હકીકતમાં ફરજ માટે દુઆ છે.[5]

શિર્ષકઃ વેબસાઈટ મોહિબ્બાને હઝરત મહેદી અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ

“સહીફએ મહેદિય્યહ” પુસ્તકને વાંચવા અને ડાઉનલોડ કરવા માટે અલ-મુન્જી વેબસાઈટમાં પુસ્તકાલયના ભાગમાં અહિંયા કલ્કિ કરો.

 

 

“સહીફએ મહેદિય્યહ” પુસ્તકને વાંચવા અને ડાઉનલોડ કરવા માટે અલ-મુન્જી વેબસાઈટમાં પુસ્તકાલયના ભાગમાં અહિંયા કલ્કિ કરો.

 

 


[1] બેહારૂલ અનવાર, ભાગ ૯૬, પાન નં ૩૫૬

[2] કમાલુદ્દીન, બાબ ૪૫, હદીસ ૪

[3] સહીફએ મહેદિય્યહ, પાંચમો ભાગ, આઠમી દુઆ

[4] મફાતીહુલ જનાન, આમાલે માહે રમઝાન

[5] સહીફએ મહેદિય્યહ, પાંચમો ભાગ, નવમી દુઆ

 

 

زيارة : 3851
اليوم : 124553
الامس : 286971
مجموع الکل للزائرین : 148541165
مجموع الکل للزائرین : 101878281