الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
મર્હૂમ શેક હસન અલી ઈસ્ફેહાનીનો એક મહત્વપૂર્ણ પ્રયોગ

મર્હૂમ શેક હસન અલી ઈસ્ફેહાનીનો એક મહત્વપૂર્ણ પ્રયોગ

હવે જ્યારે મર્હૂમ શેખ હસન અલી ઈસ્ફેહાનીનો ઝિક્ર આવી ગયો છે એટલા માટે એમનાથી એક મહત્વપૂર્ણ ઘટના બયાન કરીએ છીએ જે અમારા વિષયથી અનુકૂળ છેઃ

એ બાલપણથી જ ઈબાદત અને રિયાઝતમાં મશગૂલ રહેતાં અને એમએ બુલંદ રૂહાની મકસદો સુધી પહોંચવા માટે અસાધારણ તકલીફો બર્દાશ્ત કરી.

એ બુઝુર્ગ એ બધા ઝિક્ર, ખત્મ, દુઆઓ, નમાજો અને કુર્આની આયતો નોંધ કરી લીધી હતી જે બાલપણમાં અંજામ આપી હતી એજ રહસ્યોના લીધે એમણે યોગ્ય ના સમજ્યો કે એના સુધી બધા લોકો પહોંચી જાય એટલા માટે એ એ વસ્તુઓને ગુપ્ત રાખતાં હતાં કે લોકોની પાસે ના પહોંચી જાય.

મારા મર્હૂમ પિતા આ પુસ્તકના વિશે ફરમાવે છેઃ

મર્હૂમ હાજ શેખ હસન અલી ઈસ્ફેહાની એ એમની જીંદગીના અંતિમ દિવસોમાં આ પુસ્તક મર્હૂમ હાજ સૈયદ અલી રિઝવીએ આપી હતી.[1]

આ ઘટનાને બયાન કરવાનો મકસદ એક મહત્વપૂર્ણ નુકતો છે જેને મર્હૂમ હાજ શેખ હ્યસની અલી ઈસ્ફેહાની એ પુસ્તકના અંતમાં બયાન કર્યો છે અને આ એ બધા લોકો માટે મહત્વપૂર્ણ પાઠ છે જે રૂહાનીયત અને સૈર વ સુલૂકની રાહમાં પ્રયત્ન કરે છે.

એ પુસ્તકના અંતમાં લખે છેઃ

એ કાશ મે આ બધા ઝિક્ર અને તકલીફોને ઈમામે ઝમાના અ.જ. થી નજીક થવા માટે કર્યો હોત!

જુઓ! એક મહત્વપૂર્ણ વ્યક્તિ જેનો નામ દરેકની જબાન પર હતો અને છે એ કેવી રીતે એમની આયુના અંતમાં એ બધી તકલીફો અને પ્રયત્નોના પછી (જેની કોઈ અમાનતા અને ઉદાહરણ નથી) એ આશા રાખે છે કે એ કાશ આ બધી તકલીફો અને મુસીબતો બર્દાશ્ત કરવાનો હેતૂ ઈમામ ઝમાનાના નજીક થવાને કરાર દેતો!

આમાં કોઈ પણ શંકા નથી કે મર્હૂમ શેખ હસન અલી ઈસ્ફેહાની અસાધારણ શક્તિ રાખતાં હતાં અને લોકોના દરમિયાન અમુક જ લોકો આવી શક્તિના માલિક હોવાથી મશહૂર હતાં પરંતુ આ બધી વસ્તુઓના હોવા છતાં આશા રાખે છે કે કાશ એમની બધી કોશિશો એમના જમાનાના ઈમામ, કાએનાતના અમીર ઈમામ મહેદી અ.જ. ની નજીક થવાની રાહમાં હોત અને આ મહત્વપૂર્ણ તાકત અને શક્તિથી બીમારોનું રોગનિવારણ કરવા અને એવા જ બીજા કાર્યોમાં લાભ ના લેતો અને એવા કાર્યો સુધી પહોંચવા માટે પ્રયત્ન ના કરતો.

ઈન્સાનો માટે સોથી મોટી શિક્ષા આ છે કે એ જે રાહ પણ ચાલે તો એ રાહના મોટા લોકોના અનુભવોથી લાભ લે, આ રાહમાં જે લોકોએ એમની બધી આયુ લગાડી દીધી છે એમના અનુભવોથી શિખામણ લે અને એમણે ધણાં વર્ષોના અનુભવથી હાસિલ કર્યો છે એને પોતાની માટે વસિયત લે. એમની જીંદગીના લાંબા સફરના દરમિયાન હાથ આવનાર અંતિમ પરિણામ પર ધ્યાન દે અને એના ઉપર અમલ કરે.

આ નુકતા ઉપર તવજ્જો કરોઃ

મોટા લોકોના મહત્વપૂર્ણ અનુભવોમાંથી લાભ લેવું જીંદગીની કિંમત અને પરિણામને બે-ગણું કરી દે છે આથી જે કાર્યનો હાજી શેખ હસન અલી ઈસ્ફેહાની એ અનુભવ કર્યો અને એમના લેખમાં એના ઉપર તાકીદ કરી છે એને અંજામ આપવાનો અમે પ્રયત્ન કરીએ.

દુઆઓ, ઝિયારતો અને એ બધી ઈબાદતો જેને અમે અંજામ આપીએ છીએ એને ઈમામ ઝમાના અ.જ. ની નજીક થવા માટે કરીએ. આ એ હકીકત છે કે એના ઉપર અમલ કરીએ તો પોતાની જીંદગીથી ભરપૂર લાભ લઈ શકીએ છીએ.



[1] મર્હૂમ આયતુલ્લાહ હાજી સૈયદ અલી રિઝવી મશહદે મુકદ્દસના બુઝુર્ગ આલિમોમાં હતાં અને મારા પિતાજીથી ખાસ સંબંધ રાખતાં હતાં.

 

 

    زيارة : 2052
    اليوم : 115874
    الامس : 297409
    مجموع الکل للزائرین : 163876958
    مجموع الکل للزائرین : 121429518