الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૧૯﴿ દરરોજ ઝોહરની નમાજ પછી હઝરત ઈમામ મહેદી અ.સ. માટે દુઆ

૧૯﴿

દરરોજ ઝોહરની નમાજ પછી હઝરત ઈમામ મહેદી અ.સ. માટે દુઆ

સૈયદ બિન તાઉસ ર.સ. ફલાહુસ સાએલ પુસ્તકમાં ફરમાવે છેઃ

હઝરત ઈમામ જાફર સાદિક અલૈહિસ્સલામની આજ્ઞાપાલનમાં નમાજે ઝોહરની મહત્વપૂર્ણ તાકીબાતમાંથી એક હઝરત ઈમામ મહેદી અ.જ. માટે દુઆ છે, એ ઈમામ જેમના આવવાની ખૂશખબર હઝરત રસુલે ખુદા સ.અ.વ. એ સહીહ તરીન રિવાયતોમાં બયાન ફરમાવી છે અને અંતિમ જમાનામાં એમના ઝહૂરનો વાયદો આપ્યો છે.

મોહમ્મદ બિન રોહબાન દૈલમી પોતાની સનદમાં એબાદ બિન મોહમ્મદ મદાયેનીથી રિવાયત નક્લ કરે છે, મદાયેની કહે છેઃ

હું મદીનએ મનવ્વરહમાં હઝરત ઈમામ જાફર સાદિક અ.સ. ની પાસે પહોંચ્યો, મે જોયું કે આપહઝરત ઝોહરની નમાજ તમામ કર્યાં પછી પોતાના હાથોને આકાશની તરફ બુલંદ કર્યાં અને કહી રહ્યાં હતાં કેઃ

يا سامِعَ كُلِّ صَوْتٍ، يا جامِعَ (كُلِّ فَوْتٍ)، يا بارِئَ كُلِّ نَفْسٍ بَعْدَ الْمَوْتِ، يا باعِثُ، يا وارِثُ، يا سَيِّدَ السَّادَةِ، يا إِلهَ الْآلِهَةِ، يا جَبَّارَ الْجَبابِرَةِ، يا مَلِكَ الدُّنْيا وَالْآخِرَةِ، يا رَبَّ الْأَرْبابِ، يا مَلِكَ الْمُلُوكِ. يا بَطَّاشُ، يا ذَا الْبَطْشِ الشَّديدِ، يا فَعَّالاً لِما يُريدُ، يا مُحْصِيَ عَدَدِ الْأَنْفاسِ وَنَقْلِ الْأَقْدامِ، يا مَنِ السِّرُّ عِنْدَهُ عَلانِيَةٌ، يا مُبْدِئُ، يا مُعيدُ.

أَسْأَلُكَ بِحَقِّكَ عَلى خِيَرَتِكَ مِنْ خَلْقِكَ، وَبِحَقِّهِمُ الَّذي أَوْجَبْتَ لَهُمْ عَلى نَفْسِكَ، أَنْ تُصَلِّيَ عَلى مُحَمَّدٍ وَأَهْلِ بَيْتِهِ عَلَيْهِ وَعَلَيْهِمُ السَّلامُ، وَأَنْ تَمُنَّ عَلَيَّ السَّاعَةَ السَّاعَةَ بِفِكاكِ رَقَبَتي مِنَ النَّارِ، وَأَنْجِزْ لِوَلِيِّكَ وَابْنِ نَبِيِّكَ الدَّاعي إِلَيْكَ بِإِذْنِكَ، وَأَمينِكَ في خَلْقِكَ، وَعَيْنِكَ في عِبادِكَ، وَحُجَّتِكَ عَلى خَلْقِكَ، عَلَيْهِ صَلَواتُكَ وَبَرَكاتُكَ وَعْدَهُ.

أَللَّهُمَّ أَيِّدْهُ بِنَصْرِكَ، وَانْصُرْ عَبْدَكَ، وَقَوِّ أَصْحابَهُ وَصَبِّرْهُمْ، وَاجْعَلْ لَهُمْ مِنْ لَدُنْكَ سُلْطاناً نَصيراً، وَعَجِّلْ فَرَجَهُ، وَأَمْكِنْهُ مِنْ أَعْدائِكَ وَأَعْداءِ رَسُولِكَ، يا أَرْحَمَ الرَّاحِمينَ.

મે કહ્યું કેઃ હું તમારા ઉપર કુરબાન થઈ જાઉં, શું તમે તમારા માટે દુઆ કરી રહ્યાં છો?

આપહઝરત એ ફરમાવ્યું કેઃ નૂરે આલે મોહમ્મદ અ.જ. માટે અને જે એમાં ગાયેબ છે અને જે ખુદાના આદેશથી એમના દુશ્મનોથી બદલો લેશે.

મે કહ્યું કેઃ ખુદા મને આપ પર કરબાન કરે, આપહઝરત (અ.જ.) ક્યારે કેયામ ફરમાવશે?

ઈમામે ફરમાવ્યું કેઃ જ્યારે ખુદા ચાહશે કે જેના હાથમાં દુનિયા અને બધા કાર્યો છે.

મે કહ્યું કેઃ શું આના પહેલાં અમુક નિશાનીયો અને અલામતો પણ છે?

ઈમામે ફરમાવ્યું કેઃ હા એની ધણી નિશાનીયો છે.

મે કહ્યું કેઃ એ નિશાનીયો કઈ છે?

ઈમામે ફરમાવ્યું કેઃ જમીનના પૂર્વ અને પશ્ચિમથી એક ઝંડો બુલંદ થશે અને “زوراء” ઝોરાઅના લોકોને વિદ્રોહ આખી રીતે ઘેરી લેશે અને મારા કાકા હઝરત ઝૈદની સંતાનોમાંથી એક વ્યક્તિ યમનથી કેયામ કરશે અને ખાનએ કાબાનો પડદો બરબાદ થશે.[1]

અને જે ખુદાની ઈચ્છા હશે એજ થશે.[2]



[1] બેહારૂલ અનવાર, ભાગ ૮૬, પાન નં ૬૨, ફલાહુસ સાએલ, પાન નં ૧૭૦, અલમિસ્બાહ, પાન નં ૬૮, અલબલદુલ અમીન, પાન નં ૨૭ ઉપર થોડાક ફરકની સાથે નક્લ થયું છે.

[2][2] મિકયાલુલ મકારિમ, ભાગ ૨, પાન નં ૧૧

 

 

    زيارة : 2367
    اليوم : 53960
    الامس : 297409
    مجموع الکل للزائرین : 163753193
    مجموع الکل للزائرین : 121367607