الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
૨. ઝ઼હુરના જમાનામાં અક્લોનુ કામિલ થવું

૨. ઝ઼હુરના જમાનામાં અક્લોનુ કામિલ થવું

હવે આપણે રીવાયતમાંથી બે જાલીબ નુકતાની તૌઝીહ આપીએ છિએ:

૧. હઝરત ઈમામ મહેદી (અ.સ.) હાથોને સિર્ફ એમના અસ્હાબ અને મદદ કરવાવાળા લોકોના સર ઉપર ના રાખશે બલ્કે ખુદાના બઘા જ બંદાઓ ઉપર પણ રાખશે. એમકે જે બઘા લોકો એ જમાનામાં ખુદાની બંદગી કરતા હશે અગરચે જંગમાં ઈમામના અસહાબ નહી હોય જેમકે બુજુર્ગો અને બાળકો પણ આ નેઅમતથી માલામાલ થઈ જશે.

૨. બઘા લોકોની અક્લો ઈન્તિશાર અને અવ્યવસ્થિતિથી મુક્ત થઈ જશે અને બઘા અક્લ વ ફિક્રની પુરી તાકતની સાથે શામેલ થઈ જશે જે તમામ ઉલુમનો મરકઝ અને ખારેકુલ આદ્દહ ફહેમ છે. એમની અક્લી તકતોનુ કામિલ થવાનું આ અર્થ છે કે એ લોકો દિમાગની તમામ તાકતોથી ફાયદો હાસિલ કરશે.

હા, દસ્તે ઈલાહી આખી દુનિયાના લોકો પર હશે અને ગ઼ૈબતના જમાનાના મઝલુમો અને પીડિતો ઉપર મહેરબાની થશે, ઈન્સાનોના દિમાગોમાં જે ગુપ્ત અને પોશીદહ તાકતો અક્લના સંપુર્ણ થવાના પ્રભાવથી જાહેર થશે અને ઈલ્મી ઉ અમલી તકામુલના બુલંદતરીન મરાહીલ (મંઝીલો) અને આશ્વર્યજનક જમાનાનો કલ્ચર જાહેર થશે.

એટલા માટે દિમાગની તાકત અને અક્લી તકામુલના આશ્વર્યજનક પ્રભાવોથી વઘારે ઓળખ માટે દિમાગની અઝીમ તાકતની તશરીહ કરીએ છીએ:

હર સાઘારણ યઅ અસાઘારણ વ્યક્તિ એની જીંદગીમાં દિમાગના કરોડોમાંથી એક હિસ્સાને પણ ઈસ્તેમાલ નથી કરતો. અગર દિમાગની આખી તાકત અને હિસ્સાના કરોડોમાંથી એકને છેવટે એ સાઘારણ યા અસાઘારણ વ્યક્તિએ કામમાં લાવ્યું છે તો જે ફર્ક એમનાંમાં જોવો મળે ચે એ કૈફી (હાલત) નો ફર્ક છે, કમ્મી નો નહી.[1] મતલબકે અસાઘારણ લોકો જે ફિર્કની અજીબ તાકત રાખે છે એ ફકત દિમાગના કરોડોના હિસ્સામાંથી એક હિસ્સાને ઈસ્તેમાલ કરે પરંતુ કેવી રીતે આ એક હિસ્સાને ઈસ્તેમાલ કરી શકે જે બીજા લોકોથી બહેતર છે.

“વર્ષો પહેલાની વાત છે કે એક રીયાઝીદાન[2] એ એક એવો મતલબ લોકો સામે બયાન કર્યું જેના વિશે એ જમાનામાં વઘારે બહેસ થતી હતી. એને અનુમાન લગાડયું હતું કે ઈન્સાનનો દિમાગ એક વખતે દસ જાણકારીને એના દિમાગમાં જમા કરી શકે છે. આ ગણતરીને અગર સીઘી ભાષામાં બયાન કરીએ એટલે કે અમારામાંથી હર એક દુનિયાની સૌથી મોટી લાઈબ્રેરી મોસ્કોની કરોડો પુસ્તકોના ભાગની જાણકારીને આપણા દિમાગમાં જમા કરી શકીએ છીએ. આ વાત પહેલી નીગાહમાં આવો હિસાબ જેની તાઈદ થઈ ગઈ છે, આશ્વર્યજનક સમજવામાં આવે છે.”[3]

હવે તવજ્જો કરો: એવી હાલતમાં કે ઈન્સાનની દિમાગની તાકત ઈમામ મહેદા (અ.સ.) ના ચમકતા નુરના પ્રભાવથી એના દિમાગની તમામ તાકતો એના કમાલ સુઘી પહોંચી જશે અને ઈન્સાન એના દિમાગની પુરી તાકતથી (કરોડોમાંથી એક હિસ્સાને) ઈસ્તેમાલ કરે અને ઈલ્મ વ કલ્ચર આખી દુનિયાને ઘેરી લે તો એ વખત દુનિયાના હાલત કેવી હશે?!

જે જમાનામાં ઈન્સાન અક્લના તકામુલના પ્રભાવથી એના રૂહની સોઈ હુઈ તાકતોથી ફાયદો હાસિલ કરશે અને એને બેદાર કરીને એને ઈસ્તેમાલ કરશે તો એના જીસ્મને પણ રૂહના તાબેઅ બનાવી દે અને રૂહની તાકત હાસિલ કરશે. મતલબકે એના માદ્દી જીસ્મને એનર્જીથી બદલી શકે છે અને એ કાર્યથી જીસ્માનિયાત અને માદ્દીયાતની હાલતને એનથી લઈ લેશે. જ્યારે ઈન્સાન આ કાર્ય ઉપર તાકત હાસિલ કરી લે તો એ જમાનામાં જે કરામતો અને હિકમતો સાઘારણ હશે અને એના માટે સાબિત થઈ જશે.

ગ઼ૈબતના જમાનામાં પણ એવા કમ લોકો હશે જે “તેય્યુલ અર્ઝ”[4] ની તાકત રાખતા હતા, એ રાહને ઈસ્તેમાલ કરશે અને એમના જીસ્મથી માદ્દીય્યત અને તજસ્સુમની હાલતને લઈને ખુદને એનર્જીમાં તબદીલ કરી દેશે અને ક્ષણોમાં જમીનની એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચીને ખુદને જાહેર કરશે. એ લોકો જે તાકત રાખે છે એમના જીસ્મને જે રૂહની તાબેઅ થઈ ગઈ છે જે જગ્યાએ ચાહશે ખુદને પહોંચાવી દેશે.

 



[1] તવાનાઈહાએ ખુદ રા બેશનાસીદ, પેજ નં ૩૪૭

[2] ગણિતનો વિઘ્દ્રાન

[3] તવાનાઈહાએ ખુદ રા બેશનાસીદ, પેજ નં ૪૪

[4] દુરી તય કરવી, સફર ખતમ કરવું

 

 

 

    زيارة : 2756
    اليوم : 94680
    الامس : 273973
    مجموع الکل للزائرین : 162673417
    مجموع الکل للزائرین : 120230198