امام صادق عليه السلام : جيڪڏهن مان هن کي ڏسان ته (امام مهدي عليه السلام) ان جي پوري زندگي خدمت ڪيان هان.
આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?

 

પ્રશ્ન શ્રી..... અલ-મુન્જી વેબસાઈટથીઃ

“સહીફએ મહેદીય્યહ” પુસ્તકની એક દુઆનો નામ “બીજી દુઆએ અહેદ” છે કે આ દુઆ આવી રીતે શરૂ થઈ છેઃ اللھم یا الہ الالھۃ۔۔۔

પ્રશ્નઃ

 

આ લેખમાં “یا الہ الالھۃ”નો અર્થ શું છે?

શું “الہ الالھۃ”નો લેખ કેટલાક ખુદાઓ ઉપર દલીલ નથી અને “آلھۃ” બીજા ખુદાઓના વજૂદ, ખુદાના સિવાય બીજા ખુદાઓ ઉપર દલીલ નથી?

 

ઉત્તરઃ

જેવી રીતે તમે જાણો છો કે ઈતિહાસમાં અમુક લોકોએ ખુદાઈનો દાવો કર્યો છે જેમકેઃ ફિરઔન, નમરૂદ, શદ્દાદ.... અને કેટલીક મૂર્તિઓ હતી કે લોકો એમની પૂજા કરતા હતાં અને આવી જ રીતે કેટલાક લોકો મૂર્તિઓ સિવાય બીજા ખુદાઓને પણ પૂજતા હતાં.

શું આ બનાવટી ખુદાઓનો ખુદા, ખુદાવન્દે આલમ સિવાય કોઈ બીજો છે? શું ખુદાવન્દ, બધાનો ખુદા નથી?

ખુદાઓનો મોજૂદ હોવાનો અકીદો કુફ્ર અને શિર્કનો સબબ નથી બલ્કે એ ખુદાઓનું હક હોવાનો અકીદો શિર્કનો સબબ છે.

આ દુઆ ફકત અલગ અલગ ખુદાઓને સાબિત કરે છે એમની સત્યતાને નહી અને આ હકીકત છે કે બધા એક ખુદાને પૂજનાર આના ઉપર અકીદો રાખે છે.

આ મતલબ ઉપર દલીલ તરીકે કે “آلھۃ” થી ફકત એમના વજૂદ મુરાદ છે, એમની સત્યતા નહી, આ દુઆમાં ખુદાના એકલું અને એકમાત્ર હોવાનો વર્ણન થયો છે. “بالوحدانیۃ الکبریٰનો લેખ ખુદાના એકમાત્ર હોવા ઉપર દલીલ છે. એટલા માટે “الہ الالھۃ” લેખથી મુરાદ بالوحدانیۃ الکبریٰબાતિલ ખુદાઓની સત્યતાને સાબિત નથી કરતી બલ્કે એનો અર્થ આ છે કે ખુદા બધી વસ્તુઓ અને લોકો અને બનાવટી ખુદાઓનો પણ ઈશ્વર છે.

અને આ હકીકત છે કે જેના ઉપર આયતો અને રિવાયતોમાં વર્ણન થયો છે. શું નમરૂદ, શદ્દાદ અને બીજા જુઠા ખુદાઓનું ઈશ્વર ખુદાવન્દના સિવાય કોઈ છે?!

આ પણ નોંધપાત્ર છે કે આ દુઆમાં ના ફકત ખુદાની વહેદતનો એક વાર વર્ણન થયો છે બલ્કે કેતલીક વાર એવી વાણી અને લેખો આવ્યાં છે કે જે શિર્કની નફી અને ખુદાની તૌહીદ અને એકમાત્રને સાબિત કરે છે જેમકેઃ

۱۔ یا واحد

۲۔ یا احد

۳۔ یا من قدر فلطف، اشکو الیک ضعفی و ما قصر عنہ عملی من توحیدک۔۔۔

۴۔ و اتوجّہ الیک بالتسمیۃ البیضاء و بالوحدانیۃ الکبری التی قصر عنھا من أدبر و تولّی۔

۵۔ یا من أتحفنی بالاقرار بالوحدانیۃ۔

એના સિવાય તૌહીદ અને એકમાત્રનો વર્ણન અને શિર્ક વ બુત પરસ્તિની નફી છે, બીજી વાણીઓ પણ આ દુઆમાં મોજૂદ છે જેમાં શિર્કની નફી અને તૌહીદનો લાભ લઈ શકાય છે.

નોંધપાત્ર છે કેیا الہ الالھۃ નો લેખ કેટલીક દુઆઓમાં આવી છે, દાખલા તરીકેઃ

۱۔ یا ربّ الأرباب، یا الہ الالھۃ۔

۲۔ لا الہ الا اللہ، الہ الالھۃ۔

۳۔ سبحان اللہ۔۔۔، الہ الالھۃ۔

۴۔ یا سید السادات، یا الہ الالھۃ۔

۵۔ یا الہ الالھۃ، الرفیع جلالہ۔

۶۔ ای الہ الالھۃ، أی جبّار الجبابرۃ۔

۷۔ یا الہ الالھۃ، صل علی محمد و آل محمد۔

۸۔ أسألک یا الہ الالھۃ و یا جبّار الجبابرۃ۔

۹۔ یا الہ الالھۃ و یا ملک الملوک۔

۱۰۔ اللھم یا الہ الالھۃ۔

આ લેખો દુઆઓમાં મોજૂદ છે અને દુઆની બીજી પુસ્તકોમાં શીઆના બુઝુર્ગ આલિમોએ જેમકે મર્હૂમ શેખ તૂસી, સૈયદ ઈબ્ને તાઊસ, અલ્લામહ મજલિસી અને બીજા આલિમોએ પોતાની પુસ્તકોમાં નક્લ કર્યો છે.

એટલા માટે “الہ الالھۃ” થી ખુદાનો નામ લેવોلا الہ الا اللہ નો વિરોધ નથી કરતો, જેવી રીતે કે દરેક માસના ૨૯મા દિવસેની દુઆમાં આવે છેઃ۔۔۔۔ لا الہ الا اللہ الہ الالھۃ(બિહારૂલ અનવાર, ભાગ ૯૭, પેજ નં ૨૨૨)

તેથી الہ الالھۃ” “لا الہ الا اللہ ની તાકીદ છે વિરોધી નથી.

આ પણ ઝિક્ર કરી દેવું જરૂરી છે કે બીજી દુઆએ અહેદ “સહીફએ મહેદીય્યહ” પુસ્તકના છઠમા ભાગમાં, બીજી દુઆ, પેજ નં ૩૩૭ ઉપર ઝિક્ર થઈ છે.

“બીજી દુઆએ અહેદ” વાંચવા માટે અહિંયા કલિક કરો.

અલ-મુન્જી વેબસાઈટ

 

 

دورو ڪريو : 3401
اج جا مهمان : 87327
ڪالھ جا مهمان : 301136
ڪل مهمان : 147893139
ڪل مهمان : 101304973