الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
૪. હવાસના એલાવા બીજા ઝરાએઅથી ઉલુમ સીખવું

૪. હવાસના એલાવા બીજા ઝરાએઅથી ઉલુમ સીખવું

એક બહેતરીન અને કાબિલે તવ્વજો નુકતા એ છે કે સમઅ વ બસર ના ઝરીયા ઈલ્મ હાસિલ કરવું ઈન્સાનની હિસ્સી કુવ્વતથી ઈસ્તેફાદહ કરવું છે અને આ બંને માળસની ઝાહેરી હવાસ ખામસામાંથી છે, પરંતુ ઝ઼હુરના ઝમાનામાં માણસ હવાસે ખમ્સાથી વઘારીને બીજા ઝરાએથી પણ ઈલ્મ હાસિલ કરી શકે છે.

આપણે જે કંઈ ઝિક્ર કયુઁ છે એમાં ગૌર કરવાથી માલુમ થશે કે દિલની હયાત અને તકામુલે અકલ, ઈલ્મ વ દાનિશના હૂસુલની રાહોં ને ખોલી દે છે તેથી એ ઝમાનામાં જ્યારે ઈલ્મ ફકત દેખવા અને સાંભળવામાં જ નિર્ભર (નિર્ઘારિત) નહી હોય કદાચ પણ માળસ હિસ્સથી વઘીને બીજા ઝરાએથી પોતાના ઈલ્મમાં ઈઝાફા કરશે. કલ્બી મુશાહેદાત જે કે હયાતે કલ્બીથી હાસિલ થાય છે. ભાવરાએ હિસ્સથી ઈલ્મ હાસિલ કરવાના બગેતરીન નમુના છે. ઝ઼હૂરના દરખ્શાન, ઉજ્જવળ અને ઈલ્મ વ દાનિશથી પરિપુર્ણ ઝમાનામાં ઈન્સાની હયાતે કલ્બના વજહથી હિસ્સથી વઘીને બીજી કોઈ કુદરત સુઘી રસાઈ હાસિલ કરશે, એ રીતે એ પોતાના ઈલ્મ, દાનિશ અને ફરહંગ માં ઈઝાફા કરશે.

ઝ઼હૂરના બાબરકત ઝમાનામાં માળસ ના ફકત આંખ અને બસારતના ઝરીયા પરંતુ કલ્બ વ બસીરતના ઝરીયા પણ ઉલુમ વ મઆરેફ હાસિલ કરી શકશે. ઝમાનાએ ઝહુરમાં બીજા હવાસના ફઅઆલ (કામ કરવાવાળા માહીર) હોવાના અને હિસ્સથી વઘીને હુસુલે ઈલ્મના બીજા દરવાજા ખુલવાથી આ સાબિત થઈ જશે કે હુસુલે ઈલ્મના ઝરાએઅ ફકત આંખ અને કાન જ માં નિર્ભર નથી.

એ ઝમાનામાં બીજા ઝરાએઅ જેમકે ઈલહામ (ગૈબથી દિલમાં નાખવું) પણ બઘાને પ્રાપ્ત થશે, બઘા એનાથી ફાયદો લઈ શકશે. જેવી રીતે રીવાયતમાં વારિદ થયુ છે. આજે પોતાના ટુકડા (હિસ્સા) માં માહિર, મૂતખસ્સિ અને દાનિશવર બીજા ઈલુમ દર્ક કરવાથી નાતવાં છે કેમકે હુસુલે ઈલ્મના ફકત બે ઝરાએઅ (ઝરીયા, માર્ગ) છે, સમઅ વ બસર, જે તમામ લોકોમાં ઈલ્મના પ્રગતિ (ખ્યાતિ) અને એવી જ રીતે દાનિશવરોંમાં પણ હુસુલે ઈલ્મ માટે મહેદુદીયત (હદ, લાઈન) ઈજાદ (પ્રગટ) કરે છે. પરંતુ દિલોના પાક હોવા, તહઝ઼ીબ (શિષ્ટતા) વ ઈસ્લાહે નફસ, શૈયતાનની મૌત અને અકલોના તકામુલથી આમ લોકો માટે પણ હુસુલે ઈલ્મની બાજી રાહ (રસ્તો) પણ ફરાહમ થશે. પછી લોકો સમઅ વ બસર ના અલાવા બાજી રાહથી પણ ઈલ્મ હાસિલ કરી શકશે.

 

    زيارة : 2202
    اليوم : 231437
    الامس : 226086
    مجموع الکل للزائرین : 147579222
    مجموع الکل للزائرین : 101147947