Imam Shadiq As: seandainya Zaman itu aku alami maka seluruh hari dalam hidupku akan berkhidmat kepadanya (Imam Mahdi As
આઈન સ્ટાઈનની ખતા

આઈન સ્ટાઈનની ખતા

એના નજરીયો હતો કે દુનિયામાં કોઈ ચીજની તેઝી. નુરથી વઘારે નહી હોઈ શકતી એટલે કાએનાતમાં સૌથી તેઝ ચીજ નુર છે. હવે આ સાબિત થયુ છે કે એક એવી વસ્તુ પણ મોજુદ છે કે જેનું નામ “તાખનુન” છે અને જેની સ્પીડ નુરથી પણ વઘારે છે. અગર “આઈન સ્ટાઈન” ના નઝરીયા સાચુ હોય છે તો ઈન્સાનને ભવિષ્યમાં બહુ જ ખલાઈ (Space) ના સફરથી નાઉમ્મીદ હોવુ પડશે.

આના આલાવા રીવાયાત અને ખાનદાને નબુવ્વત અ.સ. ના ફરમુદાતના મુતાબિક મલાએકા જેવા જીબરઈલ, અર્શ અને આકાશગંગાથી આગળ જમીન સુઘી એક લમ્હાથી પણ કમ મુદ્દતમાં સૈર કરે છે. આઈન સ્ટાઈન અને એના જેવા બીજા અફરાદ અહલેબૈત અ.સ. એ ઈલ્મી મઆરેફથી દુરીના લીઘે એ હકાએકથી આગાહ નથી.

“ઝોમર ફીલ્ડ” એ થ઼ીયરી બનાવી કે આવા ઝર્રાત પણ મોજુદ છે કે જેની સુરઅત નુરથા પણ વઘારે છે કે જેમાં આ ખુસુસીયત છે કે એમની એનર્જી જેટલી કમ થઈ જાય છે, એની સુરઅત અને તેજી માં એટલો જ વઘારો થતો જાય છે. આઈન સ્ટાઈનની થ઼ીયરી “ઝોમર ફીલ્ડ” ના આવા હૈરાનકુન, હાયપોથેસીસના બરખીલાફ હતી. હૈરત વાળી વાત અને ઈસ્બાત નો હોવાવાળી થ઼ીયરી અગર એકવાર ઈલ્મી મૈદાનમાં આવી જાય તો એ પોતાની આકર્ષણ નથી ખોતા પરંતુ કેટલાક ઝમાનો તવ્વજો નો મરકઝ રહે છે. મોજુદા સદીના આગાઝમાં “ઝોમર ફીલ્ડ” ના જે દિવસથી પોતાની થ઼ીયરી આપી, એ દિવસથી અત્યાર સુઘી ફીઝ઼ીક્સના પ્રોફેસરોએ નુરથી પણ તેઝ ઝર્રાતના વિશે તહેકીક અને કોશિશ શુરૂ કરી દીઘી પરંતુ ૧૯૬૭ મસીહી માં આખારકાર અમેરીકાની કોલમ્બિયા યુનિવર્સિટી ના ફીઝ઼ીક્સના પ્રોફેસર “જરાલ્ડ ફેનબર્ગ” એ એક રીસાલાના ઝરીયે નુરથી પણ વઘારે તેજ હરકત કરવા વાળા ઝર્રાતના વિશેમાં બહેસના નવા બાબ ખોલ્યું. જરાલ્ડ ફેનબર્ગ એ આ ઝર્રાત માટે એક નામના પણ ઈન્તેખાબ કર્યું અને એ એને “તાખનુન” (Tachionen) નુ નામ આપ્યું.

આ યુનાની જબાનના લફ્ઝ તાખીસ (TACHYS) થી લયેલું છે કે જેનો મતલબ તેઝ અને જલ્દી છે. એકવાર પછી ફીઝીક્સના માહેરીન એ અવાજ ઉઠાડી કે અઈન સ્ટાઈનની થીયરીની બુનીયાદ પર કોઈ વસ્તુ નુરથી વઘારે તેઝ હરકત નથી કરી શકતી પરંતુ ફીઝીક્સમાં એતમના વિશે તહેકીક કરવાવાળા થોડાક માહીર હવે આ નતીજા પર પહોંચ્યા છે કે નુરથી પણ વઘારે તેઝ ઝર્રાત મોજુદ છે પરંતુ આઈન સ્ટાઈન ના કેટલાક તરફદારોએ એમની તૌજીહાત ઉપર વિરોધ કર્યો છે.

 

    Mengunjungi : 2282
    Pengunjung hari ini : 176308
    Total Pengunjung : 226086
    Total Pengunjung : 147469004
    Total Pengunjung : 101092820