ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
આઈમ્મએ માસૂમીન અને ખુદાના રહસ્યોનું બયાન

મુકદ્દમહ

આઈમ્મએ માસૂમીન અને ખુદાના રહસ્યોનું બયાન

આઈમ્મએ માસૂમીને એવા જમાનામાં જીંદગી ગુજારી જેમાં “હબતરી”[1]ની મલઉન હુકુમતમાં એવી ઘૂંટામણ પૈદા કરી દીધી હતી જે અલવી ન્યાય ઉપર આવનાર હુકુમતના માર્ગમાં રુકાવટ હતી.

એટલા માટે જ અમારા આઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામ પાસે લોકોને ખુદાના રહસ્યો બયાન કરવા માટે અવસર નહતો કેમકે અમવી અને અબ્બાસી હુકૂમતના જાલિમો આ કાર્યથી મનાઈ કરતા હતાં. એટલા માટે બધા અમીરોના અમીર હઝરત અલી અલૈહિસ્સલામ ફરમાવે છેઃ

"كانَ لرسولِ اللَّه صلى الله عليه وآله وسلم سِرٌّ لايَعْلمُه إلّا قَليلٌ ... وَلَوْلا طُغاةُهذِه الاُمَّة لَبَثَثْتُ هذا السِّرّ."[2]

રસુલે અકરમ સ.અ.વ. ની પાસે એવા રહસ્ય હતો જેને ખાસ લોકોના સિવાય કોઈ પણ જાણતો નહોતો... અગર આ ઉમ્મતમાં જાલીમ લોકો ના હોતાં તો હું દરેકને એમના સામે જાહેર કરતો અને લોકોમાં ફેલાવી દેતો.

એટલા માટે જ અમારા આઈમ્મએ માસૂમીન અ.સ. એ બધાં લોકોના દરમિયાન રહસ્યો બયાન નથી કર્યાં અને એને ખાસ લોકો જે એમના નજીક અને દોસ્તોમાં હતાં એમના સામે જાહેર કર્યાઃ

એટલે જ એમના માટે રહસ્યને ખોલવો અને રૂહાની યથાર્થોને બયાન કરવો સંભવ ના થયું કેમકે લોકોમાં એને સહન કરવાની શક્તિ ના હતી એવી જ રીતે લોકો હબતરી હુકૂમતમાં જીંદગી ગુજારી રહ્યા હતા અને આ હુકૂમત ઈમામે ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના ઝહૂર સુધી ચાલતી રહેશે.

ઈમામ જાફર સાદિક અ.સ. આયત وَاللَّيْلِ إِذا يَسْرِ[3]ના વિવરણમાં ફરમાવે છેઃ

"هي دولة حبتر، فهي تسري إلى قيام القائم‏ عليه السلام."[4]

એ રાતથી મુરાદ હઝરતની હુકૂમત છે જે ઈમામ ઝમાના અ.જ.ના કેયામ સુધી બાકી રહેશે.

બીજી તરફ ઈન્સાનની હિદાયત અને એને કમાલ સુધી પહોંચાડવામાં માસૂમીન અ.સ. માટે રૂહાની રહસ્યોને ફેલાવ્વું મુશ્કેલ હતું એટલા માટે આઈમ્મએ માસૂમીન અ.સ. એ ધણાં રૂહાની રહસ્યો અને યથાર્થોને એમની દુઆઓ અને મુનાજાતમાં બયાન કર્યું છે.

અહલેબૈત અ.સ. ના ફકત રાજનિતી માહોલ અને લોકોના વિચારો લીધે રહસ્યોને જાહેર નથી કર્યાં અને એ રહસ્યોને દુઆઓ અને મુનાજાતમાં બયાન કર્યાં છે કદાચ એ હઝરતએ ધણાં અકાએદના મસઅલા અને બુલંદ મઆરિફને પણ એમની દુઆઓ, મુનાજાતો અને ઝિયારતોની રીતે બયાન કર્યા છે જ્યારે આપણે એમની દુઆઓને જુએ છીએ તો આ વાત સ્પષ્ટ થઈ જાય છે.

કદાચ એમણે રહસ્યો, અકાએદ અને બુલંદ મઆરિફના સિવાય ઈન્સાનની જીંદગીમાં પ્રારંભિક પ્રભાવ રાખનાર મતલબો અને મસઅલાઓ પણ બયાન કર્યાં છે અને ઈન્સાની કલ્ચરને જીંદગીની સર્વોત્તમ શિક્ષા આપી છે.

દાખલા તરીકે “સહીફએ કામેલાએ સજ્જાદીય્યહ” જેની સત્યતા ઈમામે ઝમાના અ.જ. એ કરી છે. આ પુસ્તકમાં ધ્યાન રાખીએ તો જુઈ શકીએ છીએ કે ઈમામ સજ્જાદ અ.સ. એ જીંદગીના વિશાળ યથાર્થોને શબ્દોમાં દુઆ અને મુનાજાત રીતે બયાન કર્યું છે. આવી જ રીતે આપહઝરત યા એહલેબૈત અ.સ. થી આવનાર બીજી દુઆઓમાં તવજ્જો કરવાથી આ હકીકત જાહેર થઈ જાય છે.

આઈમ્મએ અતહાર અલૈહેમુસ્સલામ એ અમે જે મુખ્ય પાઠોની શિક્ષા આ છે અને અહીંયા એના અમુક ઉદાહરણ આપીએ છીએઃ

"أسألك من الهمم أعلاها."[5]

“એ ખુદા! તારાથી બુલંદતરીન હિંમ્મત ચાહુ છું.”

જે કોઈ પણ દુઆઓની આ પુસ્તક હાથમાં લે છે અને દુઆઓને વાંચવાથી ખુદાથી વાતો કરે છે એને ઈમામે સજ્જાદ અલૈહિસ્સલામની આ વાણી બેદાર કરે છે.

દુઆ કરનાર જે કોઈ પણ હોય (જે પોતાને ઈરાદા વિનાનું અને ઓછું સમજે છે) એને જોઈએ કે ખુદાની બુલંદતરીન અને બહેતરીન હિમ્મત અને સાહસ ચાહે તેથી એમની જીંદગીમાં વિશાળ તબદીલી પૈદા કરી શકે અને એમના વજૂદને સમાજ માટે હયાતી અને પ્રારંભિક બનાવી શકે આ એ હકીકત છે જે દિલ ઉપર ઈમામતના નૂરની ચમક સાથે અમર થઈ જાય છે.

અમે જે કંઈ પણ બયાન કર્યું એ કુર્આન અને હદીસોથી અમારા સુધી પહોંચ્યું છે. એને મુલ્યવાન સમજીને દિલ વ જાનથી એને કબૂલ કરીએ અને ખુદાની રહેમતથી નાઉમેદ ના થઈ જઈએ કેમકે "إِنَّهُ لايَيْأَسُ مِنْ رَوْحِ اللَّهِ إِلَّا الْقَوْمُ الْكافِرُونَ"[6] “ખુદાની રહેમતથી અને કૃપાથી કાફરો સિવાય કોઈ નાઉમેદ નથી થતો.”

એટલે જ એહલેબૈત અલૈહેમુસ્સલામના ઈમામતના નૂરથી લાભ લઈને અમારા જીસ્મ અને રૂહમાં ઉમેદ અને યકીનનો નૂર પૈદા કરીએ.



[1] હબતર અવલીયાએ ખુદાના સોથી પહેલા ગાસીબને કહેવામાં આવે છે. જુઓઃ બિહારૂલ અનવાર, ભાગ ૩૫, પાન નં ૩૩૬

[2] બિહારૂલ અનવાર, ભાગ ૯૫, પાન નં ૩૦૬

[3] સુરએ ફજર, આયત ૪

[4] બિહારૂલ અનવાર, ભાગ ૨૪, પાન નં ૭૮

[5] બિહારૂલ અનવાર, ભાગ ૯૪, પાન નં ૧૫૫

[6] સુરએ યુસુફ, આયત ૮૭

 

 

 

    મુલાકાત લો : 1975
    આજના મુલાકાતીઃ : 237054
    ગઈકાલના મુલાકાતીઃ : 226086
    સૌ મુલાકાતીની સંખ્યા : 147590456
    સૌ મુલાકાતીની સંખ્યા : 101153564