ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૪﴿ મહત્વપૂર્ણ મુશ્કેલો દૂર કરવા માટે નમાજ અને દુઆએ ફરજ

﴿

મહત્વપૂર્ણ મુશ્કેલો દૂર કરવા માટે નમાજ અને દુઆએ ફરજ

અબૂ જાફર બિન જુરૈરે તબરી “મુસ્નદે ફાતેમા અ.સ.” માં લખે છેઃ

અબૂ હુસૈન કાતિબ કહે છેઃ હું અબૂ મન્સૂરના વઝીરની તરફથી એક કાર્ય માટે ગયો પરંતુ એ સમયે એના અને મારા દરમિયાન મતભેદ થઈ ગયો, અહિંયા સુધી કે હું એના ભયથી સંતાડીને જીંદગી ગુજારવા માટે મજબૂર થઈ ગયો. એ મને શોધીને ડરાવ્વા લાગ્યો.

એક સમય સુધી હું ભયમાં સંતાડીને રહ્યો પરંતુ પછી નિર્ણય કર્યો કે શબે જુમ્મા (ગુરૂવારની રાત્રે) હઝરત ઈમામ મૂસા કાઝિમ અલૈહિસ્લામના કબરના ઝિયારત માટે જઈશ તેથી રાત દુઆ અને રાઝ વ નયાઝમાં વિતુવું. હું હરમમાં દાખલ થયો, રાત તૂફાની હતી અને વરસાદ પણ થઈ રહી હતી. મે હરમના ખાદિમ (સેવક) ઈબ્ને જાફરથી વિનંતી કરી કે હરમના બધા દરવાજે બંદ કરી દે તેથી હરમ ખાલી થઈ જાય અને હું રાતના એકાંતમાં જે વસ્તુ માટે ચાહતો હતો દુઆ કરી શકું અને એ લોકો પણ હરમમાં દાખલ ના થઈ શકે જેનાથી મને ભય હતો. એને મારી વિનંતી કબૂલ કરીને હરમના બધા દરવાજા બંદ કરી દીધાં.

અડધી રાત થઈ ગઈ, તૂફાનની સાથે તેજ વરસાદના કારણે એ મુબારક જગ્યા ઉપર લોકોનું આવજાવ બંદ થઈ ગયો. હરમ આખી રીતે ખાલી થઈ ગયો, હું દુઆમાં મશગૂલ થઈ ગયો, મે દુઆ પઢી, ઝિયારત પઢી અને પછી નમાજ પણ પઢી લીધી.

આ હાલતમાં જ હતો કે અચાનક હરમે મુતહ્હરની પાસેથી મારા કાનમાં કોઈની ચાલવાની અવાજ આવી, એક વ્યક્તિ ઝિયારતમાં મશગૂલ હતો, એ પોતાની ઝિયારતમાં હઝરત આદમ અ.સ. અને ઉલુલ અઝમ પયગમ્બરોના ઉપર સલામ કરી રહ્યો હતો, પછી એને અઈમ્મએ માસૂમીન અલૈહેમુસ્સલામ ઉપર સલામ મોકલ્યો, પછી દરેક માસૂમ ઈમામનો નામની સાથે સલામ કર્યો, જ્યોરે હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. નો મુબારક નામ આવ્યો તો એને ઝિક્ર ના કર્યો.

હું એના આ અમલથી આશ્ચર્યજનક થઈ ગયો અને પોતેથી કહ્યું કે કદાચ ભૂલી ગયો હોય અથવા આ વ્યક્તિનો ધર્મ જ એવો હશે.

જ્યારે એ ઝિયારતથી ફારિગ થયાં તો બે રકઅત નમાજ પઢી અને અમારા મૌલા ઈમામ મોહમ્મદ તકી અ.સ. ની ઝરીહની પાસે ગયાં અને આવી જ રીતે ઝિયારત અને સલામ કર્યાં અને બે રકઅત નમાજ પઢી. હું એમને ઓળખતો નહતો એટલા માટે હું એમનાથી ડરી રહ્યો હતો, એ એક પરિપૂર્ણ જવાન હતાં, એમને સફેદ પોશાક પહેરી હતી અને શિરમાં કાળા રંગના અમ્મામાના નીચે તહેતુલ હનક પણ લટકેલી હતી, ખભા ઉપર અબા હતી, એમણે મારી તરફ જોઈને કહ્યું કેઃ

એ અબૂલ હસન! તમે દુઆએ ફરજ કેમ નથી વાંચતા?

મે કહ્યું કેઃ એ મારા મૌલા! દુઆએ ફરજ શું છે?

ફરમાવ્યું કેઃ બે રકઅત નમાજ પઢો પછી કહોઃ

يا مَنْ أَظْهَرَ الْجَميلَ وَسَتَرَ الْقَبيحَ، يا مَنْ لَمْ يُؤاخِذْ بِالْجَريرَةِ وَلَمْ يَهْتِكِ السِّتْرَ، يا عَظيمَ الْمَنِّ، يا كَريمَ الصَّفْحِ، يا مُبْتَدِئَ النِّعَمِ قَبْلَ اسْتِحْقاقِها، يا حَسَنَ التَّجاوُزِ، يا واسِعَ الْمَغْفِرَةِ، يا باسِطَ الْيَدَيْنِ بِالرَّحْمَةِ، يا مُنْتَهى كُلِّ نَجْوى، وَيا غايَةَ كُلِّ شَكْوى، وَيا عَوْنَ كُلِّ مُسْتَعينٍ، يا مُبْتَدِئاً بِالنِّعَمِ قَبْلَ اسْتِحْقاقِها

પછી દસ વાર يا رَبَّاهُદસ વારيا سَيِّداهُસ વાર يا مَوْلاهُ દસ વારيا غايَتاهُદસ વાર يا مُنْتَهى رَغْبَتاهُ પછી વાંચેઃ

"أَسْأَلُكَ بِحَقِّ هذِهِ الْأَسْمآءِ، وَبِحَقِّ مُحَمَّدٍ وَ الِهِ الطَّاهِرينَ عَلَيْهِمُ السَّلامُ إِلّا ما كَشَفْتَ كَرْبي، وَنَفَّسْتَ هَمّي، وَ فَرَّجْتَ عَنّي، وَأَصْلَحْتَ حالي."

એના પછી જે ચાહો દુઆ કરો અને પછી પોતાના જમણાં ગાલને જમીન ઉપર રાખીને સજદામાં સો (૧૦૦) વાર કહોઃ

"يا مُحَمَّدُ يا عَلِيُّ، يا عَلِيُّ يا مُحَمَّدُ، إِكْفِياني فَإِنَّكُما كافِياني،  وَانْصُراني فَإِنَّكُما ناصِراني."

પછી ડાબા ગાલને જમીન ઉપર રાખીને સો (૧૦૦) વાર કહેأَدْرِكْني અથવા વધારે કહે અને એના પછી એક જ શ્વાસમાં જેટલું શક્ય હોય اَلْغَوْثَ  الْغَوْثَ الْغَوْثَ કહી શકે છે. પછી સજદાથી શિર ઉઠાવીલે, ઈન્શા અલ્લાહ ખુદવન્દે કરીમ તમારી ઈચ્છા પૂરી કરશે.

જ્યારે હું નમાજ અને દુઆમાં મશગૂલ થઈ ગયો તો એ હરમથી ચાલ્યા ગયાં મે નમાજ અને દુઆ તમામ કરીને ઈબ્ને જાફરની પાસે ગયો તેથી એ વ્યક્તિના વિશે પ્રશ્ન પુછું કે એ કેવી રીતે હરમમાં દાખલ થયાં?

મે જોયું કે હરમના બધા દરવાજા બંદ હતાં અને એમાં તાળું હતો, મને આશ્ચર્ય થયો, પોતેથી કહ્યું કે કદાચ એ અહિંયા સુઈ રહ્યા હતાં અને મને જાણકારી ના હતી.

હું ઈબ્ને જાફરની પાસે ગયો, એ કમરાથી બાહેર આવ્યાં જ્યાં હરમના દીપકોમાં નાખવા માટે તેલ રાખ્યો હતો, મે એમનાથા પુછ્યું.

એમણે કહ્યું કેઃ જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે હરમના બધા દરવાજા બંદ છે. મે એમને આખી ઘટના બયાન કરી.

એમણે કહ્યું કેઃ એ અમારા મૌલા હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. હતાં. એવી જ રીતે જ્યારે લોકો રાતમાં ચાલી જાય છે અને હરમ ખાલી થઈ જાય છે તો મે કેટલીક વખત એમની ઝિયારત કરી છે.

મે જે વસ્તુને ગુમ કરી દીધી હતી એના ઉપર સખત અફસોસ થયો, સવારના સમયે હરમથી બહાર આવ્યો અને “કરબ” (જ્યાં હું છુપી ગયો હતો) ચાલ્યો ગયો, અત્યારે બપોર ના થઈ હતી કે અબૂ મન્સૂરના કર્મચારીઓ મારાથી મુલાકાત કરવા માટે મારા દોસ્તોથી તપાસ કરી રહ્યાં હતાં, એમના હાથમાં વઝીરનો અમાન પત્ર હતો જેને એ પોતેજ લખ્યું હતું એમાં માત્ર નેકી અને સદાચાર જ લખેલું હતું.

હું મારા ભરોસેમંદ દોસ્તની સાથે વઝીરના પાસે ગયો, એ ઉભો થઈને મને ગળે લગાવી લીધું, એને મારી સાથે એવો વ્યવહાર કર્યો કે આવો વ્યવહાર અત્યાર સુધા ના કર્યો હતો અને મારી તરફ જોઈને કહેવા લાગ્યોઃ

હવે આવી સ્થિતિ આવી ગઈ છે કે તમે હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. થા મારી નિંદા કરો છો?

મે કહ્યું કેઃ એ એક દુઆ અને વિનંતી હતી, એને કહ્યું કેઃ તમારા ઉપર ધિક્કાર છલ, ગઈ કાલ રાત્રે એટલે ગુરૂવારના રાત્રે મે અમારા મૌલા હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. ને સ્વપ્નમાં જોયું, એમણે મને શુભ કાર્યોની આજ્ઞા આપી અને આ વિશેમાં મારાથી એવી કઠોરતાથી કહ્યું કે હું ભયભીત થઈ ગયો.

મે આશ્વર્ય કર્યું અને કહ્યું કેઃ لا إله إلّا اللَّه હું ગવાહી આપું છું કે એ હક છે અને હકની ચરમ સીમા છે. ગઈ રાત્રે મે અમારા મૌલાની જાગવાની હાલતમાં ઝિયારત કરી અને એમણે મારાથી એવી રીતે ફરમાવ્યું અને મે હઝરત ઈમામ મૂસા કાઝિમ અલૈહિસ્સલામના હરમમાં જે કઈં પણ જોયું હતું વઝીરથી બયાન કર્યું.

એ આ ઘટનાથી હેરાન થઈ ગયો અને મારી સાથે ભલાઈ કરી, એના તરફથી મને એવો મકામ મળ્યો જેના વિશે હું વિચાર પણ ના કરી શક્તો હતો. એ બધું જ હઝરત સાહેબુઝ ઝમાન અ.જ. ની બરકત હતી.[1]



[1] તબસેરતુલ વલી, પાન નં ૧૯૨, બેહારૂલ અનવાર, ભાગ ૯૧, પાન નં ૩૪૯, દલાએલુલ ઈમામત, પાન નં ૫૫૧

 

 

    મુલાકાત લો : 1885
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 137401
    સૌ મુલાકાતીની સંખ્યા : 142250090
    સૌ મુલાકાતીની સંખ્યા : 98132491