ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
﴾૩﴿ હઝરત ઈમામે મહેદી અ.જ. માટે નમાજ અને તવજ્જોની દુઆ

﴿

હઝરત ઈમામે મહેદી અ.જ. માટે નમાજ અને તવજ્જોની દુઆ

અહેમદ બિન ઈબ્રાહીમ કહે છેઃ અમારા મૌલા સાહેબુઝ ઝમાન અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના દર્શનની મારા દિલમાં આરજુ થઈ તો મે જનાબ અબૂ જાફર મોહમ્મદ બિન ઉસ્માનથા “જે ચાર નાયેબોમાંથી હતાં” પોતાની હાલને બયાન કરી.

જનાબ મોહમ્મદ બિન ઉસ્માનએ ફરમાવ્યું કેઃ શું આ તમારી દિલની આરજુ છે કે તમે આપહઝરતના દર્શન કરો?

એમણે ફરમાવ્યું કેઃ પરવરદિગારે આલમ તમારા દિલની આરજુનો સવાબ અપે, તમારા અંજામને સારું જોઉ છું. એ અબા અબદિલ્લાહ! આપહઝરતના દર્શન માટે અરજ ના કરો કેમકે ગેબતે સુગરાના જમાનામાં આપહઝરતના દર્શનનો શોખતો રાખે છે પરંતુ એમના દર્શન વિશે પ્રશ્ન ના થવો જોઈએ.[1]

એટલા માટે કે આ ખુદાની આયતો અને નિશાનીઓમાંથી છે અને એને કબૂલ કરવી જોઈએ પરંતુ જ્યારે પણ તમે એમની તરફ તવજ્જો કરવા ચાહો તો આ ઝિયારતના માધ્યમથી આપહઝરતની તરફ તવજ્જો કરોઃ

પહેલાં બે બે રકઅત કરીને બાર રકઅત નમાજ પઢો અને બધા રકઅતોમાં સુરએقُلْ هُوَ اللَّهُ أَحَد(તૌહીદ) પઢીને મોહમ્મદ વ આલે મોહમ્મદ અલૈહેમુસ્સલામ ઉપર સલવાત મોક્લો અને ખુદાની આ વાણીને વારંવાર વાંચોઃ

"سَلامٌ عَلى آلِ ياسينَ»، ذلِكَ هُوَ الْفَضْلُ الْمُبين مِنْ عِنْدِ اللَّهِ، وَاللَّهُ ذُوالْفَضْلِ الْعَظيم، إِمامُهُ مَنْ يَهديهِ صِراطَهُ الْمُسْتَقيم، قَدْ آتاكُمُ اللَّهُ خِلافَتَهُ يا آلَ ياسين...."[2]

 



[1] આ જાહેર છે કે મોહમ્મદ બિન ઈબ્રાહીમનો ભાગ્ય અને કિસ્મત આ જ હતી અને આ આદેશમાં બધા લોકો સામેલ ના થઈ શકતાં કેમકે એક બીજા માણસે આ ઈચ્છાની (ઈમામના દર્શનની) માગણી કરી હતી અને એને આપહઝરતના દર્શન નસીબ થયા હતાં.

ઝોહરી કહે છેઃ હું એક સમયથી આપહઝરતની શોધમાં હતો અને આ રાહમાં બહુજ પ્રયાસ કર્યો, પૈસા પણ ખર્ચ કર્યાં, હું આપહઝરતના નાયેબ જનાબ ઉમરી પાસે ગયો અને એમની સેવા માટે હિમ્મત કરી, હું એમની સેવામાં કોઈ પણ કસર ના છોડી અને એમનો સેવક બની ગયો. એક સમય પછી મે એમનાથી હઝરત સાહેબુઝ ઝમાનના દર્શન વિશે પ્રશ્ન પુછયું.

એમએ ફરમાવ્યું કેઃ આ પ્રશ્ન માટે કોઈ રાહ નથી. મે અરજ કરી અને આ વાત ઉપર વારંવાર વિનંતી કરી.

એમએ કહ્યું કે કાલે સવારે આવી જશો.

બીજા દિવસે હું એમની પાસે હાજર થયો, એમણે સ્વાગત કર્યો, એમની સાથે એક જવાન હતો જેનો ચહેરો સોથી સુંદર હતો અને એનાથી બહેતરીન ખુશબુ આવી રહી હતી, એના પોશાકની આસતીન વેપારીઓ જેવી હતી. જ્યારે મારી નજર એમની અસાધારણ સુંદરતા ઉપર પડી તો હું ઉમરીની નજીક ગયો, ઉમરીએ મને ઈશારાથી આપહઝરતની પાસે જવા માટે કહ્યું, હું એમની તરફ જોઈને કેટલાક પ્રશ્ન પુછ્યાં.

એમણે મારા દરેક પ્રશ્નોના ઉત્તર આપ્યાં, પછી એ એક કમારામાં જવા માટે ઉભા થયાં, સાધારણ રીતે એ કમારામાં કોઈ પણ જતો નહોતો. ઉમરી એ મારાથી કહ્યું કેઃ અગર હજુ પણ પ્રશ્ન પુછવા ચાહો છો તો પુછી લો કે આ દિવસ પછી તમે એમના દર્શન નથી કરી શકતાં. (અલ એહતેજાજ, ભાગ ૨, પાન નં ૨૯૭)

[2] બેહારૂલ અનવાર, ભાગ ૫૩, પાન નં ૧૭૪, અમે આ ઝિયારતને “ઝાયારતના ભાગ” માં બયાન કરી છે.

 

 

    મુલાકાત લો : 1785
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 136872
    સૌ મુલાકાતીની સંખ્યા : 142249033
    સૌ મુલાકાતીની સંખ્યા : 98131434