الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
માસૂમીન અ.સ. ની ઝિયારત અને એનો સવાબ ઈમામ મહેદી અ.જ. ને ભેટ કરવું

માસૂમીન અ.સ. ની ઝિયારત અને એનો

સવાબ ઈમામ મહેદી અ.જ. ને ભેટ કરવું

ઈન્સાન ઝિયારતનો સવાબ પયગમ્બરે અકરમ સ.અ.વ. અને અઈમ્મએ માસૂમીન અ.સ. માંથી કોઈને પણ ભેટ આપી શકે છે.

શેખ તૂસી ર.હ. એ પોતાની સનદ સાથે દાઉદ સરમીથી રિવાયત કરી છે કે દાઉદ સરમી કહે છેઃ મે હઝરત અલી નકી અ.સ. થી પુછ્યું કેઃ

મે તમારા પિતાજીની ઝિયારત કરી અને એનો સવાબ તમારા માટે ભેટ કર્યો “શું આ અમલ જાએઝ (સ્વીકાર્ય) છે?”

હઝરતએ ફરમાવ્યું કેઃ તમને ખુદાની તરફથી એ માટે બહુજ વધારે પૂણ્ય અને સવાબ મળશે અને અમે તમારા આભારી છીએ.[1]

હવે જ્યારે શીઆ ઈમામ મહેદીના ગેબતના જમાનામાં છે અને એમની જુદાઈ બર્દાશ્ત કરી રહ્યાં છે અને એમના હાજર થવાના જમાનામાં જીવી રહ્યા નથી તેથી એ વ્યક્તિઓ જે હંમેશા આપહઝરતથા મખસૂસ જગ્યાઓ જેમકે સરદાબે મુકદ્દસ, મસ્જિદે સહેલહ, મસ્જિદે જમકરાન ઈત્યાદિ ઉપર નથી જઈ શક્તાં તો એ બીજી મકદ્દસ જગ્યાઓથી હાસિલ થનાર સવાબને આપહઝરતને ભેટ આપીને એને પુરૂં કરી શકે છે. આવી જ રીતે આપહઝરત અ.સ. ની અમુક ઝિયારતોને હરમ અથવા ઝિયારત કરવાની જગ્યાઓમાં વાંચવાથી પરવરદિગારથી નજીક થાય અને પોતાની તરફ આપહઝરતને વધારે આકર્ષિત કરે.

અત્યાર સુધી એહલેબૈતના ચાહનારાઓમાંથી કેટલાક લોકો ઉપર હઝરત અમીરૂલ મોઅમેનીન અલી અલૈહિસ્સલામના હરમ, કાઝમૈનમાં હઝરત ઈમામ મહેદી અ.જ. ની કૃપા થઈ છે અને કેટલીક પુસ્તકોમાં એનો ઝિક્ર થયો છે.

હવે અમે ઈમામ મહેદી અ.જ. ની અમુક ઝિયારતોને બયાન કરીએ છીએઃ



[1] મિફ્તાહુલ જન્નાત, ભાગ ૧, પાન નં ૫૩૧

 

 

زيارة : 2145
اليوم : 0
الامس : 235886
مجموع الکل للزائرین : 150595770
مجموع الکل للزائرین : 105717806