امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
વાદળ કેવી રીતે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ના અસહાબને મક્કા સુધી પહોંચાડશે?

 

વાદળ કેવી રીતે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફ ના અસહાબને મક્કા સુધી પહોંચાડશે?

 

રિવાયતમાં ઝિક્ર થયું છે કે ઈમામ ઝમાના અજ્જલલ્લાહો ફરજહુશ્શરીફના અમુક સહાબીઓ વાદળોના માધ્યમથી મક્કામાં પહોંચશે અને બધા લોકો એમને વાદળો ઉપર સવાર જોઈ શકશે.

બુખારથી બનેલા વાદળો કેવી રીતે એમને ઉઠાવીને જમીનના દુર દરાઝ ઈલાકાથી એમને મક્કા સુધી પહોંચાડશે?

અમે બધા જાણીએ છીએ કે ખુદાવન્દે આલમની કુદરત અઝીમ અને વિશાળ છે અને એની શક્તિથી કોઈ ચીજ પણ બાહેર નથી અને અગર ખુદા ચાહે તો વાદળોને પણ આ તાકત વ શક્તિ આપી શકે છે પરંતુ આ મહત્વપૂર્ણ નુકતા પર ધ્યાન રાખો કે વાદળ ફકત આજ ચીજમાં નિર્ભર નથી જેને અમે ઓળખીએ છીએ બલ્કે અમુક આવા વાદળો પણ મોજૂદ છે જે જાહેરી તોર પર બુખારથી બનેલા વાદળોની જેમ છે પરંતુ હકીકતમાં એ રહસ્યમય નૂરી વાદળો છે જે વિશાળ શક્તિ રાખે છે. મગર અફસોસની સાથે કહેવું પડે છે કે અમારા જમાનામાં અત્યાર સુધી નૂરી વાદળોની ઓળખાણ થઈ શકી નથી જ્યારે કે માસૂમીન અલૈહેમુસ્સલામના અકવાલ અને કથનોમાં એનો વર્ણન મોજૂદ છે પરંતુ અમે અત્યાર સુધી એમને ઓળખી નથી શક્યા.

 

 

بازدید : 2509
بازديد امروز : 136357
بازديد ديروز : 296909
بازديد کل : 149157304
بازديد کل : 102940774