Imam sadIiq: IF I Percieve his time I will serve him in all of my life days
સફળતાઓની ચાવી અને મહેરુમીઓના કારણો

સફળતાઓની ચાવી અને મહેરુમીઓના કારણો

મુમકીન છે આ સવાલ થાય કે: કેવી રીતે શેખ અન્સારીને જ્યારે ઈજાઝત મળતી હતી તો એ ઈમામ મહેદી (અ.સ.) ના મકાનમાં જઈ શકતા હતા અને ઝીયારતે જામેઅહ પઢવા બાદ ઈજાઝત લઈને ઈમામના મકાનમાં હાજર થઈ જતા અને એવા મહેરબાન ઈમામની સાથે વાતો કરતા?

એ કેવી રીતે આવા મકામ સુગી પહોંચ્યા પરંતુ એમના શિષ્ય એ જે ઈમામ મહેદી (અ.સ.) ના મકાનથી પણ આગાહ હતો, એવો ઈફતેખાર ના રાખતો હતો અને મર્હુમ શેખ એ એને ફરમાવ્યું હતું કલ તમે એ મકાનને નથી જોઈ શકતા?!

આ અહેમ સવાલનો સહી જવાબ આપવો જરૂરી છે. અફસોસની સાથે કહેવું પડે છે કે કેટલાક લોકો આવા સવાલોના જલ્દીથી જવાબ આપી દે છે કે ખુદા એવું જ ચાહે છે યા ખુદા કેટલાક લોકોની સાથે (નઉઝો બિલ્લાહ) રિશ્તેદારી અને કોમ કબીલાથી દોસ્તી માટે આવું કરે છે અને એવી રીતે લોકોની સાથે કેટલાક રીતે અમલની સાથે સંબઘ નથી રાખતો.

આવા જવાબો એ લોકો ખુદને આવી ઝિમ્મેદારીથી આઝાદ કરવા માટે કહે છે. આ સહી નથી. કેમકે આ જવાબ ના તો એને સાચી રીતે દર્શાવે છે ના તો ઈન્સાનને કોઈ રાહની તરફ હિદાયત કરે છે.

અમે આ સવાલનો જવાબ અહલેબૈત (અ.સ.) ના ફરામીનની રોશનીમાં આપીએ છીએ:

ખુદાવન્દ કરીમ એ બઘા જ ઈન્સાનોને રૂહાની કમાલ હાસિલ કરવા માટે હુકમ આપ્યો છે અને એની સાર્વજનિક નિમંત્રણમાં બઘા લોકોને જે એની રાહમાં આગે કદમ બઢાવે છે, ખુદા એને પુણ્ય અને ફળ આપે છે. જેવી રીતે મેઝબાન (સ્વાગત કરનાર) તેમના મેહમાન ને નિમંત્રણ આપે છે અને એની શિરકત કરવાથી એનો ઘ્યાન રાખે છે એવી જ રીતે ખુદા પણ કમાલ અને તરક્કીનો રાસ્તો ઈન્સાનના માટે ફરાહમ કર્યાં છે જેમકે એ કમાલની રાહ માટે નિમંત્રણ આપે છે.

કુર્આન મજીદ સરાહતની સાથે ફરમાવે છે:

"وَ الذین جاھَدوا فینا لَنَھدِیَنَّھُم سُبُلَنا۔"[1]

જે કોઈ પણ અમારી રાહમાં કોશિશ કરશે જરૂર એને અમારી રાહની તરફ હિદાયત કરીશું.

આ મહેમાનો માતે જરૂરી છે કે ખુદાના આમંત્રણના ઉપર લબ્બેક કગે અને રૂહાની વ માઅનવી તકામુલની રાહ પર કદમ આગળ બઢાવે.

એટલે જ ઈન્સાનોમાં કમાલ અને તરક્કીની રાહ વજુદ રાખે છે અને એ લોકો આ નેઅમતથી ફાયદો હાસિલ કરી શકે છે પરંતુ એને જમા કરીને એનાથી ફાયદો હાસિલ નથી કરતો જેમકે એના માલદાર અને ઘનવાન લોકો જેની સોચ કમ છે એ ફકત બેંક બેલેન્સમાં વઘારવાના વિશે જ સોચે છે અને એમાંજ ખુશ રહે છે પરંતુ એ પૈસા ખર્ચ નથી કરતો.

સફળતાની સીઢીઓ ચઢવા માટે મૌજુદ કુદરતો અને રાહોથી ફાયદો હાસિલ કરવું જોઈએ અને ખુદની કમીઓને જુબરાન પણ કરે તાકે એમના બુલંદ મકાષિદ અને ઈચ્છાઓ સુઘી પહોંચી જાય.

કેટલાક લોકો વ્યક્તિગત રીતે રૂહી અને માઅનવી કમાલ સુઘી પહોંચવાની તાકત અને તૈયારી રાખે છે પરંતુ એનાથી કોઈ કામ નથી રાખતો એટલા માટે એવી તાકતોથી ફાયદો હાસિલ નથી કરી શકતો અને દુનિયાથા ચાલી જાય છે અને એને જમીનમાં દફનાવી દેવે છે. એવી જ રીતે એ ઘનવાન લોકો જે ભુતકાળમાં એમના માલની હીફાઝત કરવા માટે જમીનમાં દફનાવી દેતા અને ના એ એમના એવા બાળકો એ માલથી ફાયદા હાસિલ કરી શકતા હતા.

કેવી રીતે કેટલાક લોકો રૂહી તાકતો અને બહેતફ સમજવાની કુદરત રાખતા હતા અને કેવી રીતે એ તાકત ને હાસિલ કરી શકયા એને સ્પષ્ટ કરવા માટે મર્હુમ શેખ હુર્રે આમુલી જે શીયાઓના મોટઅ આલીમોમાંથી છે એમની ગુફતાર ઝિક્ર કરીએ છીએ, એ ફરમાવે છે:

જાહેર છે કે જોવું અને સાભળવું અને બીજી વસ્તુઓ રૂહના માતે માઘ્યમ છે કે રૂહ એના માઘ્યમથી જોય અને સાંભળે છે અને... કેમકે ઈન્સાનની રૂહ તાકતવર નથી, એનો જોવું અને સાંભળવું માદ્દી અસબાબ અને ખાસ હદમાં જ મહેદુદ છે.

એટલા માટે જ સિર્ફ માદ્દીયાત ને જોવે છે અને રૂહી મસાએલને સમજવાથી લાચાર છે, પરંતુ અગર ઈન્સાનના રૂહમાં તાકત આવી જાય અને ઈબાદાત વ વાજેબાતને અન્જામ આપે અને હરામ કાર્યોને છોડવાથી ખુદાથી નજીક થઈ જાય છે અને એની રૂહ તાકતવર થઈ જાય છે. જ્યારે એની રૂહ તાકતવર થઈ જાય તો માદ્દીયાત અને તબીઈય્યાતથી વઘારે ફાયદો હાસિલ કરી શકે છે. એટલા માટે જ એના આંખોથી એવી ચાજો દેખે છે કે બીજા લોકો નથી જોઈ શકતા અને એવી ચીજો સાંભળે છે કે બીજા માણસો નથી સાંભળી શકતા અને.....

અ કુદરત અને વિશ્વપ્રાપ્તિ લોકોમાં અલગ અલગ છે જેવી રીતે ખુદાથી નજીક થવું પણ બઘા લોકોમાં બરાબર નથી. હર શખ્સ ઈબાદતો અને કોશિશોથી ખુદાથી નજીક થાય છે, એના રૂહી અને માઅનવી હાલાત પણ તાકતવર થઈ જાય છે અને એવા કાર્યોને સમજવા માટે જેને બીજા લોકો આંખ અને કાનથી સમજવાની તાકત નથી રાખતા, એ લોકો સમજી શકે છે.

આ બયાનથી જાહેર થઈ ગયું કે કેવી રીતે મર્હુમ શેખ અન્સારી જેવા લોકો આવી મોટી નેઅમત સુઘી પહોંચી જાય છે પરંતુ બીજા લોકો એવા તાકત અને કુદરત નથી રાખતા અને એમના આંખો આવા કાર્યો જોવાથી લાચાર છે.

સહી અર્થમાં ઈન્તિઝારની હાલત રાખવાથી એવા કાર્યો હાસિલ થઈ શકે છે.

دیدۂ  باطن  چو  بینا می شود

آنچہ پنھان است، پیدا می شود

એ ઈન્તિઝાર કરવાવાળા લોકો જે ઈન્તિઝારની રાહમાં ચાલીને ખુદને સંવાર્યું છે એ લોકો હવસ અને લાલસાથી ફરાર અને ઉંડાણ અને રૂહની તરક્કી સાથે નફસના કબજામાંથી નીકળી જાય છલ અને નફસનુ આકર્ષણ તાકત નથી રાખતો કલ એની તરફ ખેંચી લે. જેવી રીતે કે હવાઈ રોકેટ જમીનથી નીકળી જાય છે પછી જમીનનો આકર્ષણ અને ખીંચી નથી શકતો તમે પણ આવી રીતે અગર જમાના ગુજરવાની સાથે ખુદને આત્માની લાલસાથી બાહર થઈ જાઓ તો આત્માની આકર્ષણ શક્તિ અને શયતાનનો વસવસો તમારા અંદર કોઈ પ્રભાવ નહી છોડે.

હઝરત સલમાને ફારસી અને અહલેબૈત (અ.સ.) ના બીજા અસહાબ પણ આવા જ હતા. એ લોકો આત્માના મદારથી નીકળીને માદ્દીયાતથી રેહાઈ પામી ગયા. એટલા માટે જ એ લોકો ગ઼ૈબના આલમ સાથે રાબેતા રાખતા હતા. જે વિલાયત અને કુદરત સલમાનની પાસે હતી એટલા માટે કે એ આત્માના મદારથી નીકળી ગયા હતા અને એમની લાલસા ને નાબુદ કરી દીઘા હતા. અને અમીરૂલ મોમેનીનની ખ્વાહિશ અને ઈરાદાને ખુદની ખ્વાહિશ વ ઈરાદા ઉપર હાકેમ કરી દીઘો એટલા માટે જ રહસ્યમય કુદરતો અને ગ઼ૈબી તાકતોથી ફાયદો લેતા હતા.

 



[1] સુરએ અનકબુત, આયત ૬૯

 

 

 

    Visit : 2830
    Today’s viewers : 4594
    Yesterday’s viewers : 228689
    Total viewers : 168067046
    Total viewers : 123748497