الإمام الصادق علیه السلام : لو أدرکته لخدمته أیّام حیاتی.
﴾૭૪­﴿ પ્રથમ ઈસ્તેખારહ

૭૪­﴿

પ્રથમ ઈસ્તેખારહ

એક પુરાણી પુસ્તકમાં આવી રીતે લખ્યું છેઃ

અમારા મૌલા હઝરત ઈમામ મહેદી અ.જ. થી સંબંધીત ઈસ્તેખારહનો તરીકો આવી રીતે છેઃ

પહેલાં સુરએ અલ-હમ્દને આયત “إِهْدِنَا الصِّراطَ المُسْتَقيمَ સુધી વાંચે અને એના પછી ત્રણ વાર મોહમ્મદ વ આલે મોહમ્મદ અલૈહેમુસ્સલામ ઉપર સલવાત મોકલે અને ત્રણ વાર કહેઃ يا مَنْ يَعْلَمُ إِهْدِ مَنْ لايَعْلَمُ

પછી તસ્બીહના દાનાને પકડીને બે બે ગણતરી કરે અગર એક બાકી બચે તો સારું છે એને અંજામ આપે અને અગર બે બાકી બચે તો એ કાર્યને છોડી દે.

અગર અમલની (કાર્યની) ખૂબી અને બદીને જાણવા ચાહો છો તો ફરીથી ઈસ્તેખારહ કરો અને એ કાર્યને છોડી નાખવાની નિય્યત કરો. હવે અગર પહેલા ઈસ્તેખારહમાં અમલને કરવા માટે સારું આવ્યો હતો અને બીજી વાર છોડવા ઉપર ઈસ્તેખારહ જોવામાં મનાઈ આવી તો આ અમલ (કાર્ય) બહુ સારું છે એને અંજામ આપે અને અગર બીજા ઈસ્તેખારહમાં પણ આદેશ છે તો દરમિયાની સારું છે. એવી રીતે અગર પહેલાં ઈસ્તેખારહમાં મનાઈ આવી અને છોડવામાં જોવાની હાલતમાં આદેશ આવ્યો તો આ કાર્યને ઉગ્રતાથી છોડી દે અને અગર બીજી વારમાં પણ મનાઈ આવે તો આ હાલતમાં પણ સારું છે કે છોડી દે પરંતુ પહેલી હાલતમાં છોડી નાખવું જરૂરી નથી.

 

زيارة : 2526
اليوم : 0
الامس : 246256
مجموع الکل للزائرین : 171864368
مجموع الکل للزائرین : 126131141