ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
રીવાયતમાં તફક્કુર

રીવાયતમાં તફક્કુર

કાબિલે ઝ઼િક્ર વાત એ છે કે કેટલાક મુસન્નેફીન આવી રીવાયતના મિસ્દાક઼ ટેલીવીઝનને કરાર આપે છે હાલાંકે રીવાયતમાં મૌજુદ તાબીરને જોઈને કોઈ પણ સંજોગોમાં આ નથી કહી શકતા કે રીવાયતમાં ઈમામ સાદિક઼ અ.સ. ની મુરાદ ટીવી છે.

કેમકે:

૧. ઈમામ જાફર સાદિક઼ અ.સ. ફરમાવે છે: મોમીન પોતાના ભાઈને દેખશે. અગર આપહઝરતની મુરાદ ટીવી હોય તો પછી દુનિયાના બઘાં લોકો ટીવી પર દેખવા માટે થાય તાકે ભાઈ એમને જમીનની બીજી તરફથી પણ જોઈ શકે. કેમકે “المؤمن” માં “الف لام” જિન્સ માટે આવ્યુ છે જે કે મુતલક છે જેમાં તમામ મોમેનીન શામિલ છે હાલાંકે ટીવીથી એવા ઈસ્તેફાદહ નથી કરી શકાતા. હર કોઈ એમાં પોતાના ભાઈને દેખી શકશે બલ્કે સિર્ફ એમને જ ટીવી પર દેખી શકે છે કે જે રેકોર્ડીંગ યા ફિલ્મમાં મૌજુદ હોય.

અત્યાર સુઘી દુનિયામાં કરોડ઼ો અરબો અફરાદની આબાદીમાંથી કેટલા લોકો આવા છે કે જેમણે પોતાના ભાઈઓને ટીવી પર જોયુ છે?

રીવાયતમાં કંઈક બીજુ કાબિલે તવજ્જો નુકાત પણ છે જે આ મતલબની તાઈદ કરે છે એટલે જેનાથી માલુમ થાય છે કે આપણા બરાદરે મોમીનને કુરએ જમીનની બીજી તરફ જોવુ યકીની છે.

કેમકે:

૧. આ રીવાયત જુમલે ઈસ્મીયાથી શરૂ થઈ છે.

૨. આની ઈબ્તેદામાં કલ્મા “اِنَّ” છે.

૩. “لیریٰ اخاہ” માં લામ લીઘુ છે. આ બઘુ અસ્લ મતલબની ચેતવણી પર દલાલત કરે છે.

અ નુકાત પર તવજ્જો કરવાથી માલુમ થશે કે ઝ઼હુરના બાબરકત ઝમાનામાં દરેક મોમીન શખ્સ પોતાના ભાઈને બહુ દુરદરાઝના ઈલાકાથી દેખી શકશે. આ આવા મતલબ છે કે જેને ઈમામ જાફર સાદિક઼ અલ્યહિસ્સલામે રીવાયતમાં કેટલી તાકીદની સાથે બયાન કર્યું છે.

૨. ઝાહીરે રીવાયત એ છે કે મુશાહેદામાં ભાઈ કોઈ ખુસુસીયત નથી રાખતા છેવટે ઈમામે મિસાલથી બયાન કર્યું છે વરના એ ઝમાનામાં મોમીન ના ફકત પોતાના ભાઈ બલ્કે માં, બાપ, બીવી અને તમામ બીજા રિશ્તેદારોને પણ દેખી શકશે.

પરંતુ અગર આનાથી મુરાદ ટીવી હોય તો પછી કોઈ આવા પ્રોગ્રામ હોવા જોઈએ કે મોમીન એમને જોઈ શકે.

૩. ઝાહિરે રીવાયત એ છે કે આ રીવાયતમાં દેખવાથી મુરાદ બંને તરફ છે. એટલે જેવી રીતે પુર્વદિશામાં બેઠેલા શખ્સ, પશ્વિમમાં બેઠેલા પોતાના ભાઈને દેખી શકશે. આવી રીતે જે પશ્વિમમાં હશે એ પુર્વદિશામાં બેઠેલા પોતાના ભાઈને દેખી શકશે. એટલે બંને એક બીજાને જોઈ શકશે પરંતુ ટીવીમાં આવુ નથી કેમકે ટીવી જોવાવાળા પ્રોગ્રામમાં હાઝીર અફરાદ ને તો જોઈ શકે છે પરંતુ એ એને નથી જોઈ શકાશે.

સારી વાત તો એ છે કે ઈમામે જાફર સાદિક઼ અ.સ. એ કુવ્વતે સામેઆ[1] અને કુવ્વતે બાસેરા[2] ને હઝરત મહેદી અ.જ. ના કયામના ઝમાનાથી મુકય્યેદ કર્યું છે અને ફરમાવ્યું છે કે જ્યારે આપણા કાએમ કયામ કરશે તો......

આનાથી ફાયદો થાય છે કે આપહઝરતનાં કયામથી પહેલા કુવ્વતે બાસેરા અને સામેઆ આ કદર કવી નહી રહે. આ પરથી આ નથી કહી શકતા કે આપહઝરતની મુરાદ ટીવી ન હતી, જેવી રીતે કે ચંદ ફરમાનના સબુત ટીવીને કરાર આપ્યુ છે કે જે પહેલા ઈજાદ થયુ છે કેમકે રીવાયતના ઝાહીર આ છે કે આપહઝરત ઝમાનએ ઝ઼હુરની ખુસુસીયાતને બયાન કરી રહયા છે.

૪. અગર આ કલામથી ઈમામ અ.સ. ની મુરાદ ટીવી હોત તો આ ઈમામે ઝમાનાએ ઝ઼હુરના માટે કોઈ વિશેષતા નહોતી કેમકે ટીવી આપહઝરતના ઝમાનામાં બહુ જ લોકોને મઝીદ તારીકીમાં નાખી દીઘું છે.

૫. અગર ટીવી દેખવાથી ઈન્સાન મુખ્તલીફ અફરાદને દુનિયાના દુર દરાઝ ઈલાકાઓથી દેખી શકે છે પરંતુ સનઅતી વસાએલના ઝરીયે દેખવાથી કુવ્વતે બાસેરા અને સામેઆમાં વઘારાના કોઈ માઅના નહા બનતુ.

૬. આ રીવાયતમાં ઝીક્ર થયેલી ખુસુસીયતથી મખસુસ છે કેમકે ઈમામે જાફર સાદિક઼ અ.સ. ફરમાવે છે:

مدّ اللہ لشیعتنا” હાલાંકે ટીવીથી ફાયદો લઈને સિર્ફ શિયાઓથી મખસુસ નથી.

૭. ટીવી જોવાથી ના ફકત કુવ્વતે બાસેરા તાકતવર નથી હોતી પરંતુ દાનિશવરોના મુતાબિક ટીવી જોવુ આંખોને નુકસાન પહુંચાવે છે. તો માલુમ થયુ કે ટીવી જોવુ કુવ્વતે બાસેરામાં વઘારાના બાએસ નથી.

૮. અગર રીવાયતથી ઈચ્છા ઝાહિરી વસાએલ હોય તો અમારા પાસે કઈ દલિલ છે કે એ વસીલા ટીવી જ છે કદાચ ટીવીની વિના કોઈ નવુ વસીલો હોય. તો જ્યારે આ એહતેમામ આપ્યુ હોય તો આપહઝરતની મુરદ ટીવીના વિના કોઈ બીજી વસ્તુ છે તો આપ કઈ દલિલના લીઘે ઈમામ અ.સ. ના કલામને ટીવી પર હમ્લ કરી શકે છે?

૯. બહુ જ વઘારે રીવાયતમાં આ બહેતરીન નુકતા મોજુદ છે કે આ મતલબની તસરીહ કરે છે કે દેખવા અને સાંભળવાની હિસ્સમાં જે તબ્દીલીઓ રુનુમા થશે એ ઝમાનએ ઝ઼હુર અને આપહઝરત અ.જ. ના કયામ પછી વાકેઅ થશે.

આ પરથી ટીવી, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ અને આવા જ બીજા વસાએલ વ આલાત કે જે આપહઝરતના ઝ઼હુરથી પહેલા હોય, એની પહેલા એ બઘાની નફી હોય છે અને આ રીવાયતમાં આ બઘુ શામિલ નથી.

ઈમામે જાફર સાદિક઼ અલયહિસ્સલામે ઈન્સાનના જિસ્મમાં રૂનુમા હોવાવાળી તબ્દીલીઓને હઝરત મહેદી અ.જ. ના ઝ઼હુર અને કયામ પછીથી મુકય્યદ કર્યું છે અને ફરમાવ્યું: اِنّ قائمنا اذا قام۔۔۔” જેમાં આ વિશેમાં તસરીહ થઈ છે કે ઈન્સાનમાં વાકેઅ થવાવાળી અઝીમ તબ્દીલીઓ ઈમામ અ.જ. ના કયામ પછી વાકેઅ થશે.

૧૦. બીજો બહેતરીન નુકતો એ છે કે હઝરત ઈમામે સાદિક઼ અ.સ. ફરમાવે છે:مدّ اللہ لشیعتنا فی أسماعھم و أبصارھم۔۔۔” ખુદાવંદે કરીમ આપણા શીયાઓની આંખો અને કાનોમાં કશિશ ઈજાદ કરશે જેનાથી એમના દેખવા અને સાંભળવાની કુદરતમાં વઘારો થશે. અગર આપહઝરત અ.સ. ની તબ્દીલીથી મુરાદ ટીવી અને કોમ્પ્યુટર જેવા ઝાહેરી વસીલા છે તો આ રોશન વાત છે કે આનાથી લોકોની બસારત અને સમાઅતમાં કોઈ જાતની તબ્દીલી પૈદા નહી હોત અને એમની કુદરતમાં પણ કોઈ જાતનો વઘારો જોવામાં આવયું નથી.

આ પરથી જેવું કે રીવાયતના મત્નથી વાઝેહ છે કે ઈમામે જાફર સાદિક઼ અ.સ. ના આ ફરમાનمدّ اللہ لشیعتنا થી મુરાદ ઈન્સાનના વજુદમાં તબ્દીલી છે ના કે એના વજુદથી બહાર કોઈ તબ્દીલીના જે ઝાહેરી અસબાબ વ વસાએલના ઝરીયા હોય.

૧૧. એક બીજી કાબિલે ગ઼ૌર નુકતા આ છે કે ઈમામે જાફર સાદિક઼ અ.સ. ફરમાવે છે:مدّ اللہ۔۔۔” એટલે આ તબ્દીલીને ખુદાથી નિસ્બત આપે છે અને એને ખુદાનો કામ સમજે છે. એટલે ઈમામ મહેદી અ.જ. ના કયામના પછી ખુદા લોકોમાં તબ્દીલી ઈજાદ ફરમાવશે જે એક ગ઼ૈર તબીઈ અને (ફીતરી) તબ્દીલીની દલીલ છે. ઈબારતથી વાઝેહ છે કે ટીવી યા બીજી વસ્તુની ઈજાદને ખુદાવંદે કરીમથી નિસ્બત નથી આપતા.

૧૨. હઝરત ઈમામ મહેદી અ.જ. પોતાની હુકુમત અને નિઝામે હુકુમતમાં ગ઼ૈર મામુલી માઅનવી કુવ્વત અને કુદરતથી ફાયદો લેશે. આવી રીતે એ દુનિયા અને દુનિયાવાળા ના તકામુલ માટે લોકોમાં તબ્દીલી ઈજાદ કરશે.

આ બયાન પરથી કેટલાક લોકોની આ વહેમ પણ વાઝેહ થઈ જાય છે છેવટે પોતાના અફકારની ઈસ્લાહ કરવી જોઈએ. આ નાની સોચ રાખવાવાળા ગુમાન કરતા કો એ પોતાની આ સોચથી દુનિયાના નેઝામ ચલાવી શકે છે.

૧૩. ઝમાનએ ઝ઼હુરની ખુસુસીયાતમાંથી એક ઝમાન વ મકાનની મહેદુદીયતના ખત્મ થઈ જવુ છે પરંતુ અફસોસ કે અત્યાર સુઘી આવી બહેસોના વિશેમાં તહકીક વ જુસ્તજુ નથી કરી કે જે અમારા મઆશરા માટે ઈન્તેહાઈ મુફીદ અને બરકતના બાએસ છે. ઝ઼હુરના ઝમાનાની બરકતોને મદ્દેનઝર રાખતા એને બરકતોના ઝમાના કહી શકાય છે.

મુમકીન છે કે ઝ઼હુરના ઝમાન વ મકાનના મસઅલા માં તબ્દીલીના વિશેમાં બહેસ આપણા માટે નહી હોય પરંતુ રીવાયાત અને ખાનદાને ઈસ્મત વ તહારત અ.સ. ના ફરામીનમાં જુસ્તજુ કરવાથી માલુમ થશે કે એમના વિશેમાં અબ્હાસ[3] મૌજુદ છે પરંતુ મઆશરાના આવા અહેમ મતાલીબથી આશના હોવુ આ વસ્તુની દલીલ નથી કે આ અબ્હાસ અહલેબૈત અ.સ. ની રીવાયત માં બાયાન થઈ નથી.

અમે જે અહીંયા રીવાયત નક્લ કરીએ એનો નાનકડો ઉદાહરણ હતો જેમાં ઈમામે જાફર સાદિક઼ અલયહિસ્સલામે ઝ઼હુરના ઝમાનામાં મકાનની મહેદુદીયત ખતમ થવાથી પરદો ઉઠાડયો અને એને એક યકીની મતલબના તોરપર બયાન કર્યું.

તુલે તારીખમાં અત્યાર સુઘી ઈન્સાનના ઝમાન વ મકાનની કૈદથી મુકય્યદ હોવુ કોઈ આવા મસઅલા નથી કે જેના માટે તૌઝીહ અને બહસની જરૂર હોય પરંતુ આ બઘુ એના માટે વાઝેહ છે કે ઈન્સાન ઝમાન વ મકાનની કૈદમાં અસીર હતા અને અસીર છે. અત્યાર સુઘી ઈન્સાનના આ કૈદથી નીકળવાની બહુ જ વઘારે કોશિશો કરી પરંતુ આ મહેદુદીયત ફકત ઝ઼હુરના ઝમાનામાં જ ખત્મ થશે.

ઈમામે જાફર સાદિક઼ અલયહિસ્સલામે જે જુમલા ઈરશાદ ફરમાવ્યું:لیریٰ اخاہ الذی فی المغرب۔۔۔۔ આ મકાની મહેદુદીયત ના દુર હોવાની દલીલ છે કેમકે આ રીવાયતમાં હઝરત ઈમામ મહેદી અ.જ. ના ઝ઼હુરના ઝમાનાને આમ વિશેષતા કર્યું છે કે એ ઝમાનામાં યકીનન મોમીન દુનિયાના પુર્વથી પશ્વિમમાં બેઠેલા ભાઈને દેખી શકશે.

આ નુકતા આ વસ્તુની દલીલ છે કે આ બંને અફરાદના દરમિયાન હજારો કિલોમીટરના તુલાની ફાસલા અને બંનેના એક બીજાથી દુર હોવુ આ વસ્તુની દલીલ નથી કે એ એક બીજાને નથી જોઈ શકતા, પરંતુ એમના દરમિયાન એટલા ફાસલાના બાવજુદ એ એક બીજાને દેખી શકશે.

આ ખુદ મકાનના મસઅલાને દુર હોવાની દલીલ છે કેમકે આટલી મુસાફત વ દુરીની બાવજુદ પણ એ આ એક જ જગ્યા એક બીજાની સાથ હશે. શુ આ તમામ તરક્કી આ તબ્દીલીની વજહથી છે કે જે એક વસીલા વ આલાની ઈજાદથી ઈન્સાનની બસારતમાં વઘારો કરશે?

ઈલ્મ વ દાનિશ હાસિલ કરવા માટે અકલી તકામુલ અને માદ્દહથી વઘીને બીજી કુદરતને કસ્બ કરવાના બહુ જ અહેમ ઝરીયો છે.

મઝકુરહ તમામ અહેતેમાલાતના બાવજુદ મુમકીન છે કે ઝમાનએ ઝ઼હુરમાં પુર્વ વ પશ્વિમથી એક બીજાને જોવુ કોઈક બીજી રીતે હશે કે જ્યાં સુઘી આપણી ફિક્ર નથી પહૌંચી શકતી.



[1] સાંભળવાની તાકત

[2] જોવાની તાકત

[3] બહેસ નુ બહુવચન

 

 

    મુલાકાત લો : 2146
    આજના મુલાકાતીઃ : 7079
    ગઈકાલના મુલાકાતીઃ : 19532
    સૌ મુલાકાતીની સંખ્યા : 128831451
    સૌ મુલાકાતીની સંખ્યા : 89505702