ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
દુનિયાની એકમાત્ર સરકાર

દુનિયાની એકમાત્ર સરકાર

અહીંયા અમે એક એવો મતલબ બયાન કરીએ છે કે જે ઝ઼હુરના ઝમાનાના મુનતઝેરીન માટે બહુ જ દિલચસ્પ છે આ એ કે હઝરત ઈમામ મહેદી (અ.જ.) ની હુકુમતના આલમી[1] હોવાવાળી નુ આ મતલબ છે કે એ સમય આખી કાએનાતમાં હઝરત હુજ્જત ઈબ્ને હસને અસકરી (અ.જ.) ની હુકુમતના સિવાય કોઈ સરકાર નહી હોય.

આ કહેવુ જરૂરી છે કે ગઝરત વલીયે અસર (અ.જ.) ની હુકુમતના મુકાબિલમાં દુનિયા પર ઈમામ અસર અ.જ. ની એકમાત્ર હુકુમત હાકિમ હશે. આના સિવાય હઝરત મહેદી અ.જ. દુનિયાવાળા માટે એવી નેઅમત ફરાહમ કરશે. માદ્દી વ માઅનવી લેહાઝથી હૈરતઅંગેઝ તરક્કી અને એના સિવાય આખી દુનિયામાં ઈલ્મ વ દાનિશની નેઅમત ફરાવાન થશે.

દુનિયાના મોટા મોટા શહેરોથી દુર ઈફતાદહ અને નીચલા વર્ગ સુઘી દરેક એ નેઅમતોથી ફાયદો લઈ શકશે. આખી દુનિયામાં ઈલ્મ વ દાનિશ આમ હશે. ઝમીનના દરેક જગ્યામાં ઈલ્મી કમી ખતમ થઈ જશે.

બઘાને આરામ, સુકુન, રાહત વ તમામ સહુલત ફરાહમ થશે. બઘા લોકોમાં દૌલત બરાબર તકસીમ થશે.

એ સહુલતોના આમ હોવા અને સમાજના તમામ અફરાદના એ નેઅમતો અને સહુલિયાતથી ઈસ્તેફાદહ કરવુ ઝ઼હુરના ઝમાનાની ખુસુસિયાત માંથી છે. આ અહેમ મસઅલાને રોશન હોવા માટે અને આના મઝ઼ીદ વઝાહત આપીએ છીએ.

જેવી રીતે આપ જાણો છો કે ગ઼ૈબતના ઝમાનામાં દુનિયાના તમામ મુલ્કોના તમામ લોકોને માલ વ દોલત, ઈલ્મ વ દાનિશ, કુદરત અને ઝાહિરી સહુલિયાત મુયસ્સર નથી પરંતુ દુનિયાના દરેક મુલ્કનાં કેટલાક લોકોની પાસે માલ વ દોલત હતુ અને અત્યારે પણ છે. અકસર લોકો દોલત ના ના હોવા યા એની કમી ની વજહથી પરેશાન હાલમાં છે.

આખી દુનિયામાં કક્ષ પદ્ગતિ અને જાતિ તબઈઝાત[2] ખતમ થઈ જશે. ઈલ્મ વ હીકમત આમ હશે, તબીઈ દોલત સમાજના તમામ લોકોના દરમિયાન બરાબર તકસીમ હશે, દુનિયાના તમામ જગ્યાએ અદાલત અને તકવાનો બોલબાલો હશે, દુનિયાના બઘા લોકો આદિલ અને પરહેઝ઼ગાર હશે.

અમે જે કંઈ પણ અર્ઝ કર્યું હવે એના નતીજા લઈએ છીએ. હઝરત ઈમામ મહેદી (અ.જ.) ની વિશ્ચીય હુકુમતમાં આખી દુનિયાના લોકો ઈલ્મ વ દાનિશ અને હિકમત, અચ્છાઈઓ અને નેકીયોના માલિક હશે, દરેક એનાથી ફાયદો હાસિલ કરશે.

એ દિવસે ગ઼ૈબતના ઝમાનાની જેમ નહી હોય કે એક તબકકા ઝિંદગીની દરેક સહુલિયત અને દરેક નવી ટેકનોલોજીથી ફાયદો હાસિલ કરશે અને બીજા લોકો ઝિંદગીની બુનયાદી સહયલિયાતને પણ તરસતા હોય.

આ પરથી ઝ઼હુરના ઝમાનાની ઈલ્મી તરક્કી લોકોને દરેક જદીદ, નવી અને અહેમ વસીલો ફરાહમ કરશે. જે ઝ઼હુરથી પહેલાવાળા વસાએલની જગ્યા લઈ લેશે. આખી દુનિયામાં સાબેકા વસાએલ નાકારા થઈ જશે અને લોકો ઝ઼હુરના ઝમાનાની જદીદ ઇજાદાતથી ઈસ્તેફાદો લેશે.

અગર જો આ બાબરકત અને નેઅમતોથી ભરપુર ઝમાનામાં કોઈ સનઅત[3] પોતાની ખુસુસિયાત બરકરાર રાખી શકે તો એનાથી ફાયદો લઈ વાઝેહ છે કેમકે એ ઝમાના દુનિયાની તમામ અકવામ માટે ખુબીયોના ઝમાના હશે, આ પરથી આપણે જદીદ સનઅતને ગુલામ નહીં સમજતા પરંતુ મૌજુદ સનઅત ગ઼ૈબતના ઝમાનાથી મુનાસિબ છે કે આ ઝહુર ના વીતેલા ઝમાનાના મુતાબિક છે.

આત્યાર સુઘી જે કંઈ કહ્યુ એ એમનો દષ્ટિકોણ છે કે જે ઝ઼હુરના વિશે ખાનદાને અહલેબૈત અલયહેમુસ્સલામના ફરામિન થી આગાહ થઈને અકલી તકામુલ અને રોશન ઝમાનાના રાઝ વ રમુઝ ને જાણે છે.

મુમકિન છે કે એના મુકાબિલમાં મહદુદ સોચ વિચારના માલિક અફરાદ પણ હોય કે જે ગુમાન કરતા હોય કે એ દુનિયાના તમામ ઈજાદાતથી વાકીફ છે. આવા અફરાદ ના સિર્ફ આજ પરંતુ વિતેલા ઝમાનામાં પણ મૌજુદ હતી. ડોઢ સદી પહેલા કેટલાક અફરાદના ગુમાન હતો કે જે વસ્તુનો ઈજાદ કરવો નામુમકીન હતો, ઈન્સાને એ બઘો જ ઈજાદ કરી લીઘુ છે. અહીંયા અને આવા કેટલાક ફિર્કથી આશનાઈ કરાવીએ છીએ:

૧૮૬૫ માં અમેરિકામાં નવી ઈજાદાત કરવાવાળાઓના નામ લખવાવાળા દફતરના હેડના આ કહીને નોકરી છોડી દે છે કે હવે અહીંયા રહેવાની ઝરુરત નથી કેમકે હવે ઈજાદ કરવા માટે કોઈ વસ્તુ બાકી રહી નથી.

અમેરિકાના માહિર એસ્ટ્રોનોમીએ રિયાઝીની બુનિયાદ પર આ સાબિત કર્યું કે જે વસ્તુ હવાથી વઝન ઘરાવે એ પરવાઝ નથી કરી શકતી પરંતુ જહાજની પહેલી પરવાઝ[4] ના બાવજુદ પણ એ પોતાની ગલતી માનવા તૈયાર હતા નહી પરંતુ પોતાની ગલતીની ગલત દલિલ બયાન કરવા લાગ્યા કે જહાજ કોઈ મુફીદ કામમાં નથી લેવાઈ શકતો.

૧૮૮૬ માં “મારસલન બરતુલુ” એ પોતાના ખયાલાતને આવી રીતે રજુ કર્યુંએએ

“અત્યાર પછી દુનિયાના કોઈ રાઝ બાકી નથી રહ્યું.”

જે ઝમાનએ ઝ઼હુરને ગ઼ૈર મામુલી તરક્કીના ઝમાના નહી સમજતા એ એવા લોકોની જેમ જે વિચારતા હોય છે.

અમે જે બયાન કર્યું એ એવા લોકોની એક મિસાલ હતી કે જે સમજે છે કે ઈલ્મ વ સનઅત ના લેહાઝથી દુનિયા પોતાની બુલંદી પર છે, એટલે દુનિયા તરક્કીની આખરી સીડી પર કદમ મુકેલા છે.

હા! આ ખયાલાત અને ગુમાન હુઝશ્તા સદીયોંમાં મૌજુદ છે. મૌજુદ હતા અને અત્યારે પણ કેટલાક ગ્રોહ એમાં જ સમાવેશ છે. એ બાતિલ નઝરીયામાં મઝ઼ીદ ઈઝાફો હોવા છતા પણ મુમકિન છે.



[1] જગત, વિશ્વ

[2] એક ને બીજા પર ફઝીલત  અને બરતરી આપવી.

[3] કારિગરી, શિલ્પ, કળા

[4] ઊદાન

 

 

    મુલાકાત લો : 2093
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 19126
    સૌ મુલાકાતીની સંખ્યા : 128855541
    સૌ મુલાકાતીની સંખ્યા : 89517748