ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
પયગ઼મ્બરોના ઝમાનાથી અત્યાર સુઘી સાંઝેદારી પહેલુ

પયગ઼મ્બરોના ઝમાનાથી અત્યાર સુઘી સાંઝેદારી પહેલુ

અંબીયાએ ઈલાહીના ઝરીયા ઈબ્તેદાએ ખિલકત થી લીઘેલા ઉલુમ અને મઆરેફ, એમની તાલિમના તરીકા અને આવી જ રીતે અત્યાર સુઘી ખાનદાને ઈસ્મત અલૈહેમુસ્સલામના ઉલુમ અને મઆરેફની તમામ તરક્કી ઉપર ગૌર કરવાથી માલુમ થશે કે આ બઘુ એક નુકતામાં બરાબર છે અને એમાં કોઈ પણ પ્રકારની અફઝાએશ (વઘારે) અને તગ઼ીર વજુદમાં આવી નથી.

કેમકે તમામ અંબિયાએ ઈલાહીએ લોકોને જે ઉલુમ વ મઆરેફ તાલિમ આપ્યા અને એવી જ રીતે રસુલે અકરમ સ.અ.વ. અને એમના પછીના દાનીશવરોં ના આમ લોકોને તાલિમ આપી એ બે હાલતોમાં થી એકથી ખાલી નથી.

એ કે એ તમામ લોકો જે એમના વિદ્યાગૃહથી બહરેમંદ (ફાયદેમંદ) હોય છે યા તો સાંભળવાના (بصری) તૌર ઉપર. એટલે પયગ઼મ્બરોના ઝમાનાથી અત્યાર સુઘી ઈલ્મ સિખવા વાળઓએ યા કિતાબો પર લખવા યા તો પયગ઼મ્બરોના યા તો બીજાથી સાંભળીને ઈલ્મ હાસિલ કર્યો.

અવશ્ય ઈલ્મ હાસિલ કરવાના બીજા રસ્તા પણ છે જેનાથી આમ લોકો પણ ઈસ્તેફાદા રાખવાની કુદરત નથી રાખતા પણ કેટલાક લોકો એ તરીકાથી પણ ફાયદો લેતા હતા અને ફાયદો રાખે છે.

પછી પયગ઼મ્બરોના ઝમાનાથી અત્યાર સુઘી થવાવાળી ઈલ્મી તરક્કી આંખોથી અથવા કાનથી ઈસ્તેફાદહ કરવાથી હાસિલ થઈ.

આના પરથી મુમકિન છે કે એ બે જુઝ઼થી મુરાદ હોય કે અત્યાર સુઘી હુસુલે ઈલ્મના આ જ બે તરીકા હતા અને હઝરત ઈમામે ઝમાના (અ.સ.) ના કયામની પહેલા પણ આવુ જ થશે. એટલે હુસુલે ઈલ્મ યા સાંભળવાના (سمعی) યા દેખવાથી (بصری) થશે.

તમામ લોકો આ જ બે તરીકાથી ઈલ્મ હાસિલ કરે છે પરંતુ અકલોના તકામુલથી તહેસીલે ઈલ્મના બીજા ઝરીયા પણ વજુદમાં આવ્યા છે. જે આ બે વરીકેથી અલગ હશે.

જેને મલાએકાના ઝરીયાથી દિલોમાં ઈલ્હામ હોવાથી, આ તો ના સમઈ છે ના તો બસરી. બાઝી રાવાયતમાં એનો ખુલાસો પણ થયો છે. અગર એમાં દલિલને કબુલ કરીએ તો એ ઝમાનામાં થવાવાળી ઈલ્મ વ દાનિશ ની અજીબ પિશરફતથી આગાહ થઈ જશે. કેમકે રીવાયતના મતલબથી તહસીલે ઈલ્મના વસીલા તેરગણો થઈ જશે, ના કે મજ્મૂઅને ઈલુમ તેરગણો થશે.

અત્યાર સુઘી ઈલ્મે જે તરક્કી કરી છે અગર આ ઝહુરના ઝમાનામાં તેરગણો બરાબર રહેશે તો ઈન્સાનોંના (માળસના) અકલી તકામુલના લેહાઝથી વઘારે કમી હશે.

રીવાયતમાં દલીલ, યા કમ અઝ કમ કરાએન (કરીનો) મૌજુદ છે કે જેનીથી માલુમ થશે કે ઈમામે સાદિક઼ અ.સ. ના ઈલ્મની સત્યાવીસ હૂરુફથી ઈલ્મની સત્યાવીસ કીસ્મ મુરાદ નથી કેમકે એ ફરમાવે છે પયગ઼મ્બરોના ઝમાનાથી ઈમામે ઝમાના (અ.જ.) ના કયામ સુઘી ઈલ્મના બે હૂરુફ છે.

અગર આનહઝરતના ઈલ્મના બે હરફથી મુરાદના બે જુઝ઼ રહે તો પછી પયગ઼મ્બરોના ઝમાનાથી લઈને ઈમામે ઝમાના અ.સ. ના કયામ સુઘી કોઈ પણ પ્રકારની ઈલ્મી પિશરફત (તરક્કી) થવી ના જોઈએ અને એ ઝમાનાથી કયામે ઈમામે ઝમાના અ.સ. સુઘી લોકોને ઈલ્મના બે જુઝ઼ થી ફાયદેમંદ રહેવુ જોઈએ.

ઈલ્મી તરક્કીમાં ઠહેરાવ (થોભવું) અને એમાં ઠહેરાવ હોવો જોઈએ. હાલાંકે આ વાઝેહ (રોશન) છે પયગ઼મ્બરોના ઝમાનાથી અત્યાર સુઘી અને પછી ઝ઼હુરના ઝમાના સુઘી ઈલ્મમાં હઝારગણો વઘારે તરક્કી થઈ છે અને દીની અને ગ઼ૈરદીની મસાએલમાં ઈન્સાનોએ ઈલ્મમાં હઝાર બરાબર ઈઝાફો કર્યો છે. એ પરથી માલુમ થાય છે કે આનાથી મુરાદ તહસીલે ઈલ્મના ઝરીયા છે.

એવી જ રીતે આ પણ રોશન છે કે પયગ઼મ્બરોના ઝમાનાથી ઝ઼હુરના ઝમાના સુઘી માણસો માટે સમઈ અને બસરી ના અલાવા કોઈક બીજો ઝરીયો મૌજુદ નથી. અલબત્તા આ ઈન્સાનોં માટે છે ના કે ઔલીયાએ ખુદા માટે.

અગર ઈમામે સાદિક઼ અ.સ. એ ઝમાનામાં ફરમાવતા કે તહસીલે ઈલ્મનો સત્યાવીસ તરીકા છે એને કેટલા લોકો કબુલતા કે એ મૌજુદા ઝમાનાંમાં પણ કપટલા લોકો એ મતલબને પુરી રીતે કબુલ કરે છે?

મુમકીન છે કે ઈમામ ની હર્ફ થી મુરાદ ઈલ્મ સીખવાના વસીલા હોય ના કે હર્ફ અને હરફૈનથી એવો પણ મતલબ મુરાદ હો કે જે ઇબ્તેદાઅન (સૌથી પહેલા) આપણા ઝહનમાં આવે છે.

જેવી રીતે કયારે આયાત વ રાવાયાતમાં કલમા વ કલમાતના બે લફઝ આપણા ઝહન (મગજ) માં પહેલાથી મૌજુદ છે મતલબ કે અલાવા બીજા માઅનામાં ઈસ્તેમાલ થાય છે અને એનાથી મુરાદ બે અલ્ફાઝ વ હૂરુફ છે કે ઝબાનના ઝરીયા થી જેનાથી બોલવામાં (تکلّم) આવે છે. હવે અગર રસુલે અકરમ સ.અ.વ અને અહલેબૈતે અતહાર અ.સ. અને આવી જ રીતે હઝરત ઈસા અ.સ. ના વિષે “کلمۃ اللہ” થી તાબિર થાય તો કલમાથી મુરાદ અલ્ફાઝ વ હૂરુફ નથી.

અગર આપણે કલમા વ કલમાતથી આપળો ઈરાદો ઝાહીર કરીએ છીએ અને કલમા વ કલામ આપણા ઈરાદાનો પ્રકાશ (મઝ઼હર) છે તો “کلمۃ اللہ” આવી વસ્તુ છે કે જેના ઝરીયાથી ખુદાવંદ મુતઆલનો ઈરાદો બહારથી ઝાહિર થાય છે એના લીઘે અહલેબૈત અ.સ. ના વિર્ષે “کلمۃ اللہ” થી મુરાદ લેવી ગઈ છે.[1]

અગર જો હૂરુફના અવ્વલી (પહેલા) માઅના કંઈક બીજો છે જે અલ્ફાઝને તશ્કીલ આપે છે પરંતુ હકીકતમાં એ બીજાને ઈલ્મ વ દાનિશ સીખવવાના ઝરીયા છે.

હઝરત ઈમામ અલી નક઼ી અ.સ. આ આયત "و لو اَنّما فی الأرض مِن شَجَرۃٍ اقلامٌ وَ البَحرُ یَمُدُّہُ مِن بعدِہِ سبعَۃُ اَبحُرٍ مَّا نَفِدَت کَلِمَاتُ اللہ اِنَّ اللہَ عَزِیزٌ حَکِیم۔[2] ના વિશે ફરમાવે છે:

"نحن الکلمات التی لا تدرک فضائلنا و لا تستقصی۔"[3]

અમે સ્પષ્ટીકરણથી ઈલ્મનાં સત્યાવીસ હૂરુફ યાની ઈલ્મ વ દાનિશ ને હાસિલ કરવાના સત્યાવીસ ઝરીયા છે. અગર માણસ (ઈન્સાન) ઝ઼હુર ની પહેલા બે તરેકેથી ઈલ્મ હાસિલ કરતો રહ્યો છે અને કરતો રહશે પરંતુ ઝ઼હુરના ઝમાનામાં હુસુલે ઈલ્મની સત્યાવીસ ઝરીયા મુહય્યા થશે.

 



[1] શરહે દુઆએ સમાત, ૧૪૧, મર્હુમ આયતુલ્લાહ સૈયદ અલી ક઼ાઝ઼ી ર.અ.

[2] સુરએ લુક઼માન, આયત ૨૭

[3] બિહારુલ અનવાર, જીલ્દ ૬, પેજ ૨૨

 

 

 

    મુલાકાત લો : 2119
    આજના મુલાકાતીઃ : 6601
    ગઈકાલના મુલાકાતીઃ : 32446
    સૌ મુલાકાતીની સંખ્યા : 128547070
    સૌ મુલાકાતીની સંખ્યા : 89363487