ઈમામ સાદિક઼ (અ.સ.) એ ફરમાવ્યુઃ અગર હું એમના જમાનામાં હોઉં તો મારી જીન્દગીનીના તમામ દિવષો એમની સેવા કરીશ.
અસહાબની તાકતની તરફ ઈશારો

અસહાબની તાકતની તરફ ઈશારો

ઈન્સાન વિલાયતને કબુલ કરવાની જેટલી કોશિશ કરશે, એની રૂહને તાકતવત કરે છે અને અસાઘારણ તાકતનું પણ માલિક થઈ જશે, એટલી તાકતકે રૂહની તાકતથી માદ્દી અને ગ઼ૈર માદ્દી મોજુદાત ઉપર હુકુમત કરશે. હવે આપણે મર્હુમ અલ્લામા બહેરૂલ ઉલુમનો એક આકર્ષિત ઘટના કરીએ છીએ:

મર્હુમ અલ્લામા બહેરૂલ ઉલુમ દિલની બીમારીમાં મુબ્તલા હતા અને એજ બીમારી સાથે ગર્મીના મોસમમાં ઈમામ હુસૈન (અ.સ.) ની ખાસ ઝીયારતોમાંથી એકને પઢવા માતે કર્બલા જવાના ઈરાદા સાથે એવા ગરમ દિવસમાં નજફે અશરફથી નીકળા. લોકોએ આશ્વર્ય કર્યું કે એવી બીમારી અને હવાની ગર્મીના લીઘે કેવી રીતે યાત્રા કરી રહયા છે?!

એમના સાથે યાત્રા કરવાવાળાઓમાં મર્હુમ “શેખ હુસૈન નજફ” પણ હતા જે સૈયદના જમાનાના મશહુર આલીમોમાંથી હતા. બઘા લોકો સવારી ઉપર સવાર થઈને યાત્રા સરૂ કરી, હવામાં એક વાદળ એ લોકો ઉપર છાયો કરતો હતો અને ઠંડી હવા ચાલવા લાગા, હવા એટલી ઠંડી હતા જાણે કે અમે સરદાબ[1]માં છીએ.

વાદળ એવી જ રીતે એમના ઉપર છાયો કરી રહ્યો હતો ત્યારે એ “ખાન શુર” નામી જગ્યાએ પહોંચ્યા, ત્યાં મશહુર આલીમ શેખ હુસૈન નજફના પરિચીત મળી ગયા અને શેખ, સૈયદ બહેરૂલ ઉલુમથી જુદા થઈ ગયા અને એ મિત્રથી વાતચીતમાં મશગુલ થઈ ગયા. એ વાદળ સૈયદના ઉપર છાયા કરી રહતો હતો અને સૈયદ મહેમાનખાનામાં ચાલી ગયા. જ્યારે સુર્ય શેખના સર પર ચમકયું એમની હાલત બદલ ગઈ અને સવારીથી જમાન ઉપર પડી ગયા, ઉંમર વઘારે હોવા યા કમજોરી ના સબબ એ બેહોશ થઈ ગયા.

શેખને ઉઠાવીને મહેમાનખાનામાં મર્હુમ સૈયદ બહેરૂલ ઉલુમની પાસે લઈ ગયા. જયારે એમને હોશ આવ્યું શેખ એ એમનાથી કહ્યું: "سیدنا لِم لم تدرکنا الرحمۃ" એ અમારા સયૈદ વ સરદાર સહેમત અમારા ઉપર કેમ નહોતી? તો પછી સૈયદ એ ફરમાવ્યું: "لم تخلّفتم عنھا" તમને રહેમતનો વિરોઘ કેમ કર્યો? આ જવાબમાં એક ઉત્તમ હકીકત છુપેલી છે.[2]

હઝરત ઈમામ મહેદી (અ.સ.) ના અસહાબની તસર્રુફની તાકત એટલી છે કે ઈમામના ત્રણ સો તેર અસહાબમાંથી કેટલાક રહસ્યમય વાદળોથી ફાયદો હાસિલ કરશે અને ઝ઼હુરની ઈબ્તેદામાં વાદળોના ઝરીએ ઈમામની ખીદમતમાં પહોંચી જશે.

મુફઝ્ઝલ કહે છે કે: 

قَالَ اَبو عبد اللہ علیہ السلام: اِذا اُذِنَ الامامُ دَعَا اللہ باسمہ العِبرانیّ فَاُتیحَت لہ صَحابَتُہ الثَّلاثمِأۃِ وَ ثَلاثَۃَ عَشَرَ قَزَعٌ کَقَزَعِ الخَرِیفِ وَ ھم أصحابُ الوِلایَۃِ، مِنھم مَن یُفقَدُ عَن فِراشِہ لیلاً فَیُصبِحُ بِمَکَۃَ، و منھم مَن یُری یَسیرُ فی السَّحابِ نھاراً یُعرَفُ باسمہ وَ اسمِ أبیہ و حِلیَتہ و نَسَبِہ، قُلتُ: جُعِلتُ فِداکَ أیُّھُم أعظَمُ ایماناً؟ قالَ: اَلَّذی یَسیرُ فی السَّحابِ نھاراً و ھُم المَفقودونَ و فیھم نُزِلت ھذہِ الآیۃِ "أینَما تکونوا یأتِ بکُمُ اللہِ جمیعاً۔"[3] 

હઝરગ ઈમામ જાફર સાદિક (અ.સ.) એ ફરમાવ્યું:

જ્યારે પણ ઈમામ (અ.સ.) ને અનુમતિ મળશે એ ખુદાના નામને ઈબરી[4] જબાનમાં યાદ કરશે એ વખતે એમના અસહાબ જે ત્રણ સો તેર છે એમની મદદ કરવા માટે આવી જશે. એ લોકો ખિઝાંના વાદળોની જેમ એક બીજા સાથે જમા થઈ જશે અને એજ લોકો ઈમામ મહેદી (અ.સ.) ના અલમદાર છે.

એમનાથી કાંઈક એમના બિસ્તરોથી ઉઠીને ગાયબ થઈ જશે અને સવારે મક્કામાં હશે, એમનામાંથી કાંઈક દેખાવી શકાશે જે દિવસોમાં વાદળો ઉપર સફર કરશે, એ એમના નામ, એમના પિતાના નામ અને એમની સિફત વ નિસ્બતોથી ઓળખી શકાશે. મે કહ્યું: એ બંને ગેરૂહમાંથી કોણ ઈમાનમાં બુલંદ છે? ઈમામ સાદિક (અ.સ.) એ ફરમાવેયું: જે લોકો દિવસમાં વાદળો પર સૈર કરશે એ જ એમની જગ્યાઓ પરથી ગાયબ થઈ જશે, અને એમના વિશે જ આ આયત નાઝીલ થઈ છે: “તમે કોઈ પણ જગ્યાએ હોય ખુદા તમે બઘાને એક જગ્યાએ જમા કરશે.”[5]

 



[1] તહેખાનું, જમીનના નીચે બનાવેલો કમરો,

[2] અલઅબકરીય્યુલ હેસાન, ભાગ ૨, પેજ નં ૬૯

[3] સુરએ બક઼રહ, આયત ૧૪૮

[4] ઈબરાની

[5] બિહારૂલ અનવાર, ભાગ ૫૨, પેજ નં ૩૬૮, અલગ઼ૈબત નોઅમાની, પેજ નં ૧૬૮, તફસીરે અયાશી, ભાગ ૧, પેજ નં ૬૭

 

 

    મુલાકાત લો : 2284
    આજના મુલાકાતીઃ : 0
    ગઈકાલના મુલાકાતીઃ : 19173
    સૌ મુલાકાતીની સંખ્યા : 127587088
    સૌ મુલાકાતીની સંખ્યા : 88865563