امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
દીન એટલે હયાત અને સહી તરક્કી યાફતા કલ્ચર

દીન એટલે હયાત અને સહી તરક્કી યાફતા કલ્ચર

દુનિયાના વઘારે લોકો દીનના હયાત બખ઼્શ અને ઝિંદગાસાઝ ફરમાનથી આગાહ નથી. એ નથી જાણતા કે મકતબે અહલેબૈત અલયહેમુસ્સલામ એ મઆશરે વ કલ્ચરના તમામ પહેલુઓને મદ્દેનઝર રાખ્યુ છે અને એ લોકો ની તમામ ઝરૂરિયાતથી આગાહ છે છેવટે એ દીનને ફકત થોડાક અહેકામાતના મજ્મુઆ સમજે છે કે જેની નાગરિકતા (કલ્ચર) અને સનઅત ની સાથે કોઈ સરોકાર (કામ) નથી.

આવા કેટલાક લોકો ખુદસાખ્તા અને ઈસ્તેઅમારી મકતબના પેરુકાર હોય છે અને એ તહરીફશુદા અદયાનના તાબેઅ હોય છે છેવટે જે વસ્તુને કબુલ કરે એને જ દીન સમજે છે.

અગર મકતબે અહલેબૈત અલેયહેમુસ્સલામ ના પેરુકારમાંથી કોઈ ગેરુહના એવા અકાએદ હોય તો આ દીનના આઈન, કાનુન અને ઉસુલો ના વિશે મુકમ્મલ આગાહી ન હોવાનો નતીજો છે કેમકે દીનનો એ મતલબ નથી કે ઈન્સાન તરક્કી અને સહી કલ્ચર અને સનઅતથી દુર હોય પરંતુ કલ્ચર અને સનઅતી તરક્કી દીન ના સાયામાં વજુદમાં આવે છે. તો દીન અને દીનદારી સનઅત વ તમદ્દુન[1] ની નફીના નામ નથી પરંતુ દીનના આઈન વ કાનુન જ સનઅતી તરક્કી અને કાનુની તરક્કી ના ઝરીયા છે.

તારીખમાં ના ફકત ભવિષ્ય પરંતુ ભુતકાળમાં પણ આવા દૌર ગુઝર્યા છે કે જ્યારે મોટા દીના તમદ્દુન ને લોકોને પોતાના દામનમાં જગ્યા આપી. એ સમયના લોકો ઈલ્મ વ સનઅતી તરક્કીના માલિક હતા કે અમારા આજના મુતમદ્દેન અને કલ્ચરલ દૌર જેને લાવવા માટે અસહાય છે.

આ ના સિર્ફ તારીખના પન્નાઓમાં પરંતુ થોડાક ઇમકાનાતમાં આવા તરક્કી યાફતા કલ્ચરના આસાર મૌજુદ છે કે હવે પણ ઈન્સાન જેની અઝ઼મતને દુર કરવા માટે અસમર્થ અને મજબુર છે.

અમે આપના માટે એનો એક નમુનો ઝિક્ર કરીએ છીએ તાકે આ બખુબી વાઝેહ થઈ શકે કે દીન કયારેય પણ તરક્કી અને તમદ્દુનના મુખાલીફ નહોતુ પરંતુ મઝહબી હુકુમત ખુદ સહી તમદ્દુન લાવવા માટે સબબ છે.

શું હઝરત સુલૈમાન અ.સ. મે જે ઈબાદતગાહ બનાવી હતી અને અત્યારે પણ એના આવા આસાર મૌજુદ છે કે જેને અત્યાર સુઘી પહેચાની શકાયું, શું આપ એનાથી આગાહ છો?

હવે આના વિશે મઝીદ જાણવા માટે આ વાકેઆ મુલાહેઝા કરો

તકરીબન બે સદીઓ પહેલા “બીનયામીન ફ્રેન્કલીન” એ “બર્કગીર”[2] ઈજાદ કર્યું. આ એક મુસલ્લમ હકીકત છે કે જેનો ઈન્કાર નથી કરી શકતા.

આ અમ્ર પણ મુસલ્લમ છે કે તકરીબન ત્રણ હજાર વર્ષ પહેલા હઝરત સુલૈમાન અ.સ ની ઈબાદતગાહ લાકડીની બર્કગીરથી તૈયાર કર્યું હતુ. ઈબાદતગાહને કયારે પણ શોર્ટસર્કીટનો ખતરો નહોતો. “ફ્રાનસુવા આરાગુ” એ અઢારવી સદીમાં આ વિશેમાં આવી રીતે વઝાહત કરી:

ઈબાદતગાહની છતને ઈન્તેહાઈ બારીકીથી તામીર કર્યું હતુ કે જેને ઝખીમ અને જાડા વરક થી ઢાપ્યુ હતું અને આખી છતને ફૌલાદથી તૈયાર કર્યું હતુ. લોકો કહે છે કે છતની તૈયારીમાં એ બઘી વસ્તુઓના ઈસ્તેમાલ સિર્ફ એના લીઘે હતુ કે એનાપર પક્ષીઓ ના બેસે.

ઈબાદતગાહના સામે એક હૌઝ હતુ કે જે હમેશા પાણીથી લબરેઝ રહેતુ. હવે અમારી પાસે આવા શવાહેદ વ કરાએન મૌજુદ છે કે જેનાથી આ માલુમ થાય છે કે આ બર્કગીર કોઈ હિદાયત કરવાવાળાની હિદાયતનો નતીજો છે. દિલચસ્પ વાત તો આ છે કે અમે અત્યાર સુઘી આવા મસાએલથી બહેરેમંદ નહી થઈ શકતા.

એવી જે રીતે મઅબદે બૈતુલ મુકદ્દસને પણ ભુતકાળ સદીઓના કામિલ નમુના કરાર આપી શકે છે કે હજારો વર્ષ પહેલા હતો અને અત્યારે પણ આવી જ રીતે બાકી છે.

અત્યારે પણ સવાલ પૈદા થાય છે કે હઝરત સુલૈમાન અ.સ. અને એમની આર્કીટેકટ બર્કગીરના રાઝથી આગાહ હતા પરંતુ એમને આ રાઝ બીજાને કેમ નથી બતાતા? કોઈને આ વિશે વાત કેમ નથી કરી?

હવે તહકીક વ જુસ્તજુ કરવાવાળા દાનિશવર જેમને વાદીયે ઈલ્મમાં કદમ રાખે છે જે બહુ જ મજહુલાતને માલુમાતમાં તબ્દીલ કરે છે. હવે અમે એમને સવાલ કરીએ છીએ કે એ મસ્અલાને સુલજાએ અને એનો સહી જવાબ માલુમ કરે.[3]

જેવી રીતે તમે ગૌર કર્યું કે એમણે ખુદ એઅતેરાફ[4] કર્યું છે કે અમે અત્યાર સુઘી ઈમકાનાત અને વસાએલમાંથી કોઈ એકથી મુસ્તફૈઝ ના હોઈ શકે.

આ હઝરત સુલૈમાન અ.સ. ના ઝમાનામાં ઈલ્મમી અને સનઅતી તરક્કીના એક નાનો નમુનો હતો. આ એ વાતની દલિલ છે કે દીન અને ઈલાહી હુકુમત, અનસત અને ટેકનોલોજીની નફી નહી કરતા પરંતુ એ ખુદ એમને વજુદમાં લાવે છે.

એની બીજી પણ બહુ જ મિસાલ મૌજુદ છે. હઝરત સુલૈમાન અ.સ. ની હુકુમતમાં આવી સહુલતના ફાયદા થાય છે પરંતુ આજના કલ્ચરલ મઆશરા અને તરક્કી યાફતા માણસ એનાથી ફાયદો ઉઠાવવાથી આજાઝ છે. કુર્રાને કરીમ ની આયાત અને અહલેબૈત અ.સ. ની રીવાયાતમાં એમની તસરીહ થઈ છે.

આજની દુનિયા તરક્કી વ પિશરફત અને ઈલ્મ વ તમદ્દુન ના દાવાના બાવજુદ ફિઝીકલ વસાએલ ના વિના એક કલમને દુનિયાના એક નુકતાથી બીજા નુકતા સુઘી મુન્તકીલ કરવાથી આજીઝ છે. પરંતુ હઝરત સુલૈમાન અ.સ. ના શાગીર્દ એક વાર આંખ ક્ષપકવાના ઝરીયે બિલકીસ ના તખ્તને એક જગ્યાથી બીજી જગ્યાએ મુનતકીલ કરવાની કુદરત રાખતા હતા. એને આ કામ અમલી તોરપર પણ અંજામ આપ્યુ હતુ.

આ વાઝેહ દલિલ છે કે ઈન્સાનને અઝ઼ીમ કુવ્વત વ તાકતના હુસુલ માટે “માબઅદ માદ્દહ” કુદરતની જરૂરત છે. જયાં સુઘી એના આ કુદરત હાસિલ નો થાય ત્યાં સુઘી એ માદ્દી ના કૈદમાં જ રહેશે એટલે ઝમાન વ મકાનના તાબેઅ રહેશે. “મા બાઅદે માદ્દહ” કુદરતના હુસુલે દીનના વિના મુમકીન નથી.

આના પરથી દીન ના સિર્ફ ઈલ્મ વ દાનિશની તરક્કી માટે માનેઅ નથી પરંતુ દીન ખુદ તરક્કી વ પિશરફત અને જદીદ ટેકનોલોજી અને સહી સનઅત વજુદમાં લાવવાના અસલી સબબ છે.

દુનિયા હઝરત ઈમામે મહેદી અ.જ. ની ઈલાહી હુકુમતમાં આવી અહેમ તરક્કીની શાહિદ હશે. એ સમય ઈન્સાન ના સિર્ફ માઅનવી અને રુહાની મસાએલની બુલ્નદી પર હશે પરંતુ જદીદ ટેકનોલોજી વ સનઅતનો પણ માલિક હશે.

આપણને જોઈએ કે આપણે આખા વજુદ અને પવિત્રતા થી ખુદાવન્દે મતઆલથી આ બાબરકત દિવસને જલ્દી આવવાની દુઆ કરીએ અને ખુદને આ બાઅઝમત ઝમાના માટે તૈયાર કરીએ.

આ પણ જાણી લઈએ કે ઈન્સાનની ખિલ્કત નો મકસદ કત્લ વ ગ઼ારત, ઝુલ્મ વ સિતમ, ફસાદ અને ઝાલિમ વ જાબિર હુકુમત તશ્કીલ આપવુ નહોતુ પરંતુ ઈલાહી હુકુમતની તશ્કીલ અને એને ઈસ્તેકરાર અને દવામ બખ્શવા માટે કોશિશ કરવુ છે પરંતુ અત્યાર સુઘી ઝાલિમ આ રાહમાં માનેઅ છે.

આપણે ખુદાવન્દે આલમથી દુઆ કરીએ કે પરવરદેગાર ઝ઼હુરના તમામ મવાનેઅ દુર કરીને જલ્દીથી હઝરત ઈમામ મહેદી અ.જ. ની હુકુમત કાએમ ફરમાવે અને આપણે હઝરત વલીએ અસ્ર અ.જ. ના ખદીમોંમાં શુમાર ફરમાવે. (આમીન)[1] કલ્ચર, નાગરિકતા

[2] વીજળી પકડવા વાળી

[3] તારીખે નાશિનાખતાએ બશર, પેજ નં ૧૧

[4] કબુલ

 

 

    بازدید : 2350
    بازديد امروز : 198716
    بازديد ديروز : 235506
    بازديد کل : 154133349
    بازديد کل : 110138343