امام صادق علیه السلام : اگر من زمان او (حضرت مهدی علیه السلام ) را درک کنم ، در تمام زندگی و حیاتم به او خدمت می کنم.
ખાનદાને અહલેબૈત અ.સ. નો ઈલ્મ

ખાનદાને અહલેબૈત અ.સ. નો ઈલ્મ

મકતબે અહલેબૈત અ.સ. ના અકીદાની બીનાપર દરેક દૌરના અંબીયા એ સમયના લોકોની બનીસ્બત વઘારે ઈલ્મ વ દાનિશના માલિક હોય છે. કોઈ દાનિશવર અને આલિમ એમનો મુકાબલો નથી કરી શકતા. બહસ અને મુનાઝિરામાં અંબિયા એમને મગ઼લુબ કરી દે છે.

એવી જ રીતે આઈમ્મએ અતહાર અ.સ. ના ઈલ્મ પણ દરેક દૌર (સમય) ના ઓલમા થી વઘારે હોય છે. કોઈ પણ મોટા આલિમના ઈલ્મ, એમના ઈલ્મથી કાબિલે મુકાયેસા છે જ નહી.

બીજા લોકો ઉપર અંબિયા અને આઈમ્મએ માસુમીન અ.સ. ના ઈલ્મની બરતરીની એ વજહ છે કે એમનો ઈલ્મ ઈકતેસાબી નથી. એમને ઈલ્મ તહેસિલના ઝરીયા હાસિલ નથીં થવું પરંતુ એમનું ઈલ્મે લદૂન્ની[1] છે જે એમને ખુદાવન્દ મહેરબાનની તરફથી અતા થયું છે.

આના પરથી એ બુઝુર્ગ હસ્તીયાં ઈલ્મે મખઝ઼ુન અને ઈલ્મે ગ઼ૈબના આલિમ છે, એના જ લીઘે એમનો ઈલ્મ બીજાના ઈલ્મ કર્તા બરતર છે.

અગર આઈમ્મએ અતહાર અ.સ. ના ઈલ્મ અને એની હુદુદ[2] ના વિશે રીવાયાત મુખ્તલીફ છે. જેના વિશે બહેસ અને તજ્ઝીયા વ તહલીલ બહુ તુલાની છે. આપણે એ કહી શકીએ કે આઈમ્મા અ.સ. ના મુખાતેબીન એમની સત્હે ઈલ્મી વ ઝરફાયત અને એને કબુલ કરવાની તાકતમાં ઈખ્તેલાફની વજહથી એના વિશે માં રીવાયાત પણ મુખ્તલીફ છે.

આપણે કહીએ છીએ હઝરત બકીય્યતુલ્લાહીલ આઝમ અ.જ. નું ઈલ્મ દુનિયાના તમામ લોકોના ઈલ્મથી બરતર છે. આપહઝરત તમામ ઉલુમના માલિક હશે. આપહઝરત અ.જ. ની ઝીયારતમાં વારીદ થયું છે:

"انک حائز کل علم۔"[3]

તમે દરેક ઈલ્મના માલિક છો.

ઝીયારતે નુદબામાં વાંચીએ છીએ:

"قد أتاکم اللہ یا آل یاسین خلافتہ، و علم مجاری أمرہ فیما قضاہ، و دبّرہ و رتّبہ و ارادہ فی ملکوتہ۔"[4]

એ આલેયાસિન! ખુદાએ પોતાની જાનશીનીના મકામ આપને આપ્યુ છે, આલમે મલકુતમાં પોતાના હુક્મ અને જારી હોવાની જગ્યા અને તદબીર[5]

અને તન્ઝીમ[6] ના ઈલ્મ આપને આપી દીઘુ છે.

આ ઝીયારતે શરીફમાં આવવાના બયાનમાંથી વાઝેહ થાય છે કે અહલેબૈત અ.સ. ના ઈલ્મમાં ના સિર્ફ આલમે મુલ્ક પરંતુ આલમે મુલ્ક પરંતુ આલમે મલકુત પણ શામિલ છે. અસરે ઝહુરના વિશે વારિદ થયેલી રીવાયાતથી ઈસ્તેફાદહ કરતા માલુમ થાય છે કે હઝરત બકીય્યતુલ્લાહીલ આઝમ અ.જ. ની આલમે મલકુત ની પણ તકમીલ ફરમાવશે.

આ પરથી આનહઝરતના કયામનો ફકત મુલ્કી વ માદ્દી પહેલુ નથી પરંતુ એ આલમે ઝાહિર ના અલાવા બાતિન વ ના દેખી શકાય એવો આલમની તકમીલ ફરમાવશે જેમાં ગ઼ૈરમરઈ આલમની મૌજુદાત પણ આપ ના પરચમ તળે આઈ જશે.

ઈલ્મે ઈમામના મસઅલા મઆરીફે અહલેબૈત અલૈહેમુસ્સલામના બાબમાં બહુ જ અહેમ મસઅલો છે. એની હુદુદ વ કૈફિયતના વિશે બહુ જ બહસ થઈ છે કે જેનું પ્રપ્થકરણ વ તહલીલ[7] આ કિતાબના મૌઝુઅથી ખારીજ છે. આ પરથી હર દૌરના ઈમામ પોતાના ઝમાનાના તમામ લોકોથી વઘારે ઈલ્મ રાખે છે. આ ઝમાનાના તમામ દાનિશવરોને જોઈએ કે એ ઉલુમ વ કળા[8] ના દરેક શોહબામાં પોતાની મુશ્કીલાત આઈમ્મએ અતહાર અલેહેમુસ્સલામના તવસ્સુલ[9] થી દુર કરે, કેમકે મકામે ઈમામત અને ઈલાહી રહબરીના એ છે કે એ દરેક ઈલ્મમાં બઘા લોકોથી વઘારે જાણતા હોય છે એ ખુદ ઈમામ અલેહેમુસ્સલામ ના ફઝાએલમાંથી એક છે. અગર આવુ ના હોય તો પછી આ મફઝુલને ફાઝિલ પર મુકદ્દમ કરવુ લાઝિમ આવે છે.

આ બયાનથી વાઝેહ થાય છે કે ઝહુરના પહેલા સુઘી જેટલી પણ ઈલ્મી તરક્કી અને પિશરફત થઈ જાય તો પણ ઈમામનુ ઈલ્મ એનાથી વઘારે હશે. હવે આપણે જે રીવાયત કહી શકીએ છીએ એ મતલબ વાઝેહતૌર પર બયાન થયુ છે. હઝરત ઈમામ રેઝ઼ા અ.સ. ફરમાવે છેએ: 

اِنّ الانبیاء و الائمۃ علیہم السلام یوفّقھم اللہ و یؤتیھم من مخزون علمہ و حکمتہ مالا یؤتیہ غیرھم، فیکون علمھم فوق علم اھل زمانھم فی قولہ عزّ و جلّ:

"اَ فَمَن یَھدِی اِلَی الحَقِّ اَن یُتَّبَعَ اَمَّن لاَّ یَھِدِّی اِلاَّ اَن یُھدیٰ فَمَا لَکُم کَیفَ تَحکُمُونَ۔" [10]

યકીનન ખુદાવનદે આલમ અંબિયા અને આઈમ્મા અલેયહેમુસ્સલામને તૌફીક[11] એનાયતા[12] કરે છે અને અપને ઈલ્મ વ હીકમતના ખઝાનાથી એમને ઈલ્મ અતા કરે છે કે જે એને અલાવહ કોઈને અતા નથી કર્યા. આ વજહથી એમનો ઈલ્મ દરેક દૌર[13] ના લોકોના ઈલ્મથી વઘારે હશે.

આ આયત એ હકીકત પર દલાલત કરે છે:

શું જે શખ્સ લોકોને સીઘા રાસ્તાની તરફ શિખામણ[14] આપે છે એ હિદાયતનો વઘારે હકદાર છે યા એ જે સીઘા રાસ્તા પર આવતા નથી પણ એ કે કોઈ આની હિદાયત કરે?

આનાપરથી કોઈપણ શોઅબા (હિસ્સા) માં ઉલુમ જેટલી પણ તરક્કી કરી લે, એ બઘા ઈમામના વસીએ ઈલ્મના દામનમાં શામિલ થશે. જેવી રીતે દરિયા વરસાદના ટીપા ને પોતાની અંદર સમાવી લે છે અને ખુદ ટીપા[15] નું વજુદ મીટી જાય છે એવી રીતે તમામ ઉલુમ વ ફુનુન પણ ઈમામના સમન્દરે ઈલ્મમાં નષ્ટ[16] થઈ જશે.

જેવી રીતે રીવાયતમાં વારીદ થયુ છે કે ઝ઼હુરના પુરનુર ઝમાનામાં આખી દુનિયામાં દલીલો[17] આમ હશે. આખી કાએનાતમાં બઘા દાનિશથી સરશાર હશે. હઝરત બકિય્યતુલ્લાહીલ આઝ઼મ (અ.જ.) ના પાવર પોતાના બયાન વ ગુફતારથી[18] પોતાના મુખાલેફીનને રાહે રાસ્ત પર લાવશે અને સત્ય[19] ની તરફ એની હિદાયત કરશે.

આપહઝરત પણ પોતાની ગુફતારથી લોકોને મકતબે અહલેબૈત અલેયહેમુસ્સલામ ની તરફ હિદાયત ફરમાવીને નવા ઈલ્મ વ દાનિશથી સરશાર ફરમાવશે. એ હક઼ને ઝાહિર અને બાતિલને નાબુદ[20] કરશે અને માણસોના દિલોને દરેક કિસમના શકથી પાક કરશે. આ એવી હકીકત છે કે જેની ઈમામ અ.સ. ને તસરીહ ફરમાવી છે અને એને પોતાની તૌકીઆત[21] માં બયાન ફરમાવ્યું છે.

હઝરત બકીય્યતુલ્લાહીલ આઝ઼મ (અ.જ.) પોતાની વિલાદતના પહેલા કલામમાં ફરમાવ્યું:

"زعمت الظلمۃ انّ حجۃ اللہ داحضۃ و لو اُذن لنا فی الکلام لزال الشک۔"[22]

ઝાલિમ ગુમાન કરે છે કે હુજ્જતે ખુદા બાતિલ થઈ ગઈ છે, અગર અમને બોલવાની ઈજાઝત અપાય તો શક (શંકા) દુર થઈ જશે.

આ વાઝેહ છે કે શકના બરતરફ હોવાથી દિલ ઈમાન વ યકીનથી સરશાર થઈ જશે. કલ્પના યકીનથી સરશાર હોવાથી અહમ ઝિન્દગી અકસીર તમામ લોકોના ઈખ્તીયારમાં હશે જે ઈન્સાનની શખસીયતને તકામુલ બખ્શસે.[1] ખુદાદાદી ઈલ્મ

[2] હદ નું બહુવચન

[3] મીસ્બાહુઝ઼ ઝ઼ાએર, પેજ ૪૩૭, સહીફએ મેહદાય્યા, પેજ ૬૩૦

[4] બેહારુલ અનવાર, જીલ્દ ૯૪, પેજ ૩૭, સહીફએ મેહદાય્યા, પેજ ૫૭૧

[5] વ્યવસ્થા

[6] નિર્માણ, પ્રબંઘ

[7] હલ કરવું

[8] શિલ્પ, કારીગરી

[9] ઝરીયા

[10] સુરએ યુનુસ, આયત ૩૫, કમાલુદ્દીન, પેજ ૬૮૯, ઊસુલે કાફી, જીલ્દ ૧, પેજ ૨૦૨

[11] પ્રેરણા

[12] અતા

[13] સમય

[14] ઉપદેશ

[15] કતરા

[16] ફના

[17] તર્ક

[18] વાણી થી

[19] હકીકત

[20] ખત્મ

[21] એ ખત જે ઈમામને લખવામાં આવતો અને ઈમામ એનો જવાબ પણ આપતા.

[22] અલગૈબત, શેખ તુસી, પેજ નં ૧૪૭

 

 

 

    بازدید : 3603
    بازديد امروز : 186424
    بازديد ديروز : 235506
    بازديد کل : 154108765
    بازديد کل : 110089175