ઝમાનાએ ઝહુરમાં આશ્રર્યજનક[1] તહવ્વુલાત[2]
ખુદા જ જાણે છે કે ઈલ્મી તરક્કી અને અક્લ વ ખેરદના તકામુલથી દુનિયામાં કેવી અઝીમ તબદીલી[3] આવશે.
આલમે ખિલ્ક઼ત[4] અને કાએનાત ના કયા કયા રાઝ ઝાહિર થશે.
ગૈબતના તારીક ઝમાનામાં કયારેક નાની ઈખ્તેરાઅ વ ઈજાદથી ગ઼ૈબતના ઝમાનાના લોકોની ફાક્રોમાં અજીબ તહવ્વુલાત ઈજાદ થાય છે. જેમકે દુરબીનની ઈજદ માણસો પર કેવી રીતે અસરઅંદાઝ થઈ? એનાથી તારાઓ અને જમીનની કૈફીયતના વિશે દાનિશવરો અને ફલાસેફાના અફકાર[5] વ નઝરીયાતમાં કેટલી તબદીલી આવી?
એવી જ રીતે ઝહુરના પુરનુર ઝમાનામાં ઈલ્મ વ સંસ્ક્રુતિ[6] ના તકામુલના વજહથી રહનુમા થવાવાળી ઈજાદાતથી આલમે ખીલ્કત અને કાએનાતના અસરાર વિશે માણસના ઈલ્મમાં કેટલો ઈઝાફો થશે. આપણે ગ઼ૈબતના તારીક ઝમાનામાં એને તસવ્વુર કરવાની તવાનાઈ નથી રાખતા. આપણને માલુમ નથી કે એ ઝમાનામાં કેવી ઈજાદાત વજુદમાં આવશે અને એના આસાર કેટલા હદ સુઘી થશે?
સાએન્સદાન[7] અત્યારે પણ “માવરાએ તબીઅત, વકરની સરહદથી ઉબુર[8] અને આલમે ગ઼ૈબ સુઘી રસાઈ[9]” જેવા મસ્અલાને હલ નથી કરી શકયા? શું આપ જાણો છો આ રાઝ હલ થવાના અને એ અસરાર ના ફાશ થવાથી આલમે ખિલ્કતમાં કેવી અજીબ તબ્દીલીઓ રહેનુમા થશે? શું આપણે ઝમાનાએ ગ઼ૈબતની નાચીઝ આગાહી થી એની અઝમતથી આગાહ થઈ શકીએ છીએ?
[1] હૈરતઅંગેઝ઼
[2] મુનતકીલ થવું
[3] બદલાવ
[4] સર્જન, ઉત્પત્તિ
[5] ફિક્ર નું બહુવચન
[6] કલ્ચર
[7] Scintist
[8] આગળ જવું
[9] પહોંચવુ
بازديد امروز : 2100
بازديد ديروز : 6403
بازديد کل : 78540803
|