ખાનદાને નબુવ્વત અ.સ. ની નઝરમાં મુસતકબેલમાં ઈલ્મી તરક્કી
હવે આપણે એવી રવાયતને બયાન કરીએ છીએ જે મુતઅદ્દીદ તરીકાથી નકલ થઈ છે જે આ ઝમાનામાં આખી દુનિયાના તમામ શીયાઓમાં ઈલ્મ વ દાનીશની વિસ્તૃત ગવાહ છે.
ઈમામે સાદિક઼ અ.સ. ફરમાવે છે:
"العلم سبعۃ و عشرون حرفاً، فجمیع ما جائت بہ الرسل حرفان، فلم یعرف الناس حتی الیوم غیر الحرفین، فاذا قام قائمنا اخرج الخمسۃ و العشرون حرفاً، فبثھا فی الناس، و ضم الیھا الحرفین، حتی یبثھا سبعۃ و عشرین حرفاً۔"[1]
ઈલ્મનાં સત્યાવીસ હુરુફ છે જે તમામ પયગંબર લાયા એ બે હુરુફ છે. આજ સુઘી લોકો એ બે હુરુફના અલાવા કંઈ નથી જાણતા, જ્યારે આપણા ક઼ાએમ અ.સ. ક઼યામ કરશે તો બીજા પચ્ચીસ હુરુફ ખારીજ કરીને લોકોમાં ફેલાવશે અને એ બીજા હુરુફનો પણ ઈઝ઼ાફા કરશે તો કે પુરા સત્યાવીસ હુરુફ લોકોના દરમિયાનમાં ફેલી જાય.
[1] બેહારુલ અનવાર, જીલ્દ ૫૩, પેજ ૩૩૬, મુખતસરૂલ બસાએર, પેજ ૩૨૫, નવાદેરૂલ અબસાર, પેજ ૨૭૮, અલખરાએજ, જીલ્દ ૨, પેજ ૮૪
بازديد امروز : 3242
بازديد ديروز : 6403
بازديد کل : 78541945
|